ETV Bharat / state

જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિ.ની કુતિયાણા શાખાનુ કેબીનેટ પ્રધાન જવાહર ચાવડાના હસ્તે ઉદ્ધાટન - MLA Babu Bokhiria

જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિ.ની આધુનિક સુવિધાથી સજ્જ તૈયાર થયેલી કુતિયાણા શાખાનુ કેબીનેટ પ્રધાન જવાહર ચાવડાનાં હસ્તે ઉદ્ધાટન કરાયુ હતું. તેમજ પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયાએ ATMનું ઉદ્ધાટન તથા પોરબંદરના સાંસદ રમેશ ધડુકે મંડળીઓને માઇક્રો ATM વિતરણ કર્યા હતા.

જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિ.ની કુતિયાણા શાખાનુ કેબીનેટ પ્રધાન જવાહર ચાવડાના હસ્તે ઉદ્ધાટન

author img

By

Published : Dec 17, 2020, 6:03 PM IST

  • જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિ.ની કુતિયાણા શાખાનુ કેબીનેટ પ્રધાનના હસ્તે ઉદ્ધાટન
  • ૩ જિલ્લામાં ૪૫ શાખા ધરાવતી બેન્કની પોરબંદર જિલ્લામાં કુલ ૬ શાખાઓ
  • મંડળીઓને માઇક્રો ATM વિતરણ કરાયા

પોરબંદરઃ જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિ.ની આધુનિક સુવિધાથી સજ્જ કુતિયાણા શાખાનું ઉદ્ઘાટન કરી હર્ષની લાગણી સાથે જવાહર ચાવડાએ ખેડૂતોને શુભેચ્છા પાઠવી હતી.

જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિ.ની કુતિયાણા શાખાનુ કેબીનેટ પ્રધાન જવાહર ચાવડાના હસ્તે ઉદ્ધાટન
જૂનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિ.ની કુતિયાણા શાખાનુ કેબીનેટ પ્રધાન જવાહર ચાવડાના હસ્તે ઉદ્ધાટન

જવાહર ચાવડાએ ખેડૂતોને શુભેચ્છા પાઠવી

આ તકે જવાહર ચાવડાએ જણાવ્યુ કે, સહકારી પ્રવૃતિ સમાજમાં જરૂરી છે. ઉત્પાદન અથવા વેચાણનો પુરતો ભાગ સહકારી ધોરણે સરળતાથી છેલ્લા માણસ સુધી પહોંચે તે જરૂરી છે. આ તકે પ્રધાને સહકારી બેન્ક વધુ ને વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. પોરબંદરના ધારાસભ્ય બાબુ બોખીરીયાએ કહ્યુ કે, સહકારી પ્રવૃતિ ભારતના જન જીવનમાં વણાયેલી છે. ગુજરાતમાં સારામા સારી સહકારી પ્રવૃતિ ચાલે છે. આ તકે ઉપસ્થિત રહેલા સાંસદ રમેશ ધડુકે કુતિયાણા વાસીઓને શુભેચ્છા પાઠવીને જણાવ્યુ કે, સહકારી બેન્ક લોકોને વધુને વધુ ઉપયોગી બનશે.

કુતિયાણા શાખાનુ કેબીનેટ પ્રધાન જવાહરભાઇ ચાવડા હસ્તે ઉદ્ધાટન

પોરબંદર જિલ્લામાં બેન્કની શાખાઓ વધારવામા આવશે

નોંધનીય છે કે, ૩ જિલ્લામાં ૪૫ શાખા ધરાવતી બેન્કની પોરબંદર જિલ્લામાં કુલ ૬ શાખાઓ છે, જે નજીકનાં ભવિષ્યમાં વધારવામા આવશે. તેમ બેન્કના ચેરમેન ડોલર કોટેચાએ ખાતરી આપી હતી. ગામડાઓમાં ખેડૂતોને પોતાના ગામમા જ પેમેન્ટ મળી રહે તે માટે સહકારી બેન્કે ચાર મંડળીઓને માઇક્રો ATM વિતરણ કર્યા હતા.

મંડળીઓને માઇક્રો ATM વિતરણ કરાયા
મંડળીઓને માઇક્રો ATM વિતરણ કરાયા

રાજકિય અગ્રણીઓ સહિત બેન્કના ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

આ તકે સહકારી બેન્કના વાઇસ ચેરમેન મનુ ખુટી, એમ.ડી દિનેશ ખટારીયા, ડિરેકટર જેઠા પાનેરા, પુંજાભાઇ, ચંદ્રિકાબેન ચુડાસમા, ભરત ગાજીપરા, અગ્રણી કીરીટ મોઢવાડીયા, સુદામા ડેરીના પ્રમુખ ભરત ઓડેદરા, બેન્કના મેનેજમેન્ટ કિશોર ભટ્ટ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.