પોરબંદરઃ નોવેલ કોરોના વાઇરસના વધુ પોઝિટિવ કેસ આવતા વાઇરસનાં ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના ભાગરૂપે પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.એન.મોદીએ ફોજદારી કાર્યરીતી અધિનિયમ 1973ની કલમ-144, ધ ડીઝાસ્ટર મેનજમેન્ટ એક્ટ 2005ની કલમ-30 તથા કલમ-34 અને ગુજરાત એપેડેમીક ડીસીઝ કોવીડ-19 રેગ્યુલેશન 2020ની કલમ-2 અન્વયે પોરબંદરનાં 18 વિસ્તારમાં તારીખ 30 જુલાઇથી તારીખ 26 ઓગષ્ટ સુધી કન્ટેઇમેન્ટ વિસ્તાર નક્કી કરી જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે.
(1) પોરબંદર જિલ્લાના રાણાવાવ ગામના વાણંદ ફળીયામાં બાપુનગરમાં પૂર્વે યુસુફ સતાર જુનેજાના ઘરથી પશ્ચિમે હાસમ ઇસ્માઇલ ગાલાના ઘર સુધી તથા સામે બંધ ઘરથી પુર્વે કાસમ મહમદ પઠાણના ઘર સુધીનો વિસ્તાર.
(2) પોરબંદર જિલ્લાના રાણાવાવ ગામના મુંદા મસ્જીદ ખોજાવાડમાં પુર્વે હસનઅલી આડતીયાના ઘરથી પશ્ચિમે મુંદા મસ્જીદ તથા સામે આમદ ઇસ્માઇલ ધાવડાના ઘરથી પુર્વે શબીર હબીબ સોલંકીના ઘર સુધીનો વિસ્તાર.
(3) પોરબંદર જિલ્લાના રાણાવાવ ગામના સ્ટેશન પ્લોટ વિસ્તારના ઉત્તરે કારી હાજા ગોઢાણીયાના ઘરથી દક્ષિણે જેસા જીવા સોલંકીના ઘર તથા સામે ખાલી પ્લોટથી ઉત્તરે ખાલી પ્લોટની વચ્ચેનો વિસ્તાર.
(4) પોરબંદર શહેરના મેમણવાડા ચુનાની ભઠ્ઠી પાસે જય જલારામ બેગથી ઉત્તરે સંજરી આઇસ ડેપો સુધીનો વિસ્તાર.
(5) પોરબંદર શહેરના મેમણવાડા ચુનાની ભઠ્ઠી પાસે પશ્ચિમે સલીમ ઇબ્રાહીમના ઘરથી પુર્વે રશીદ અબદુલ સતારના ઘર સુધી તથા ઉત્તરે યુસુફ અહમદના ઘર સુધીનો વિસ્તાર.
(6) પોરબંદર શહેરના ગરીબ નવાઝ કોલોની પશ્ચિમે ગરીબ નવાઝ કોલોનીની બાજુના બંધ ઘરથી પુર્વે મહમદભાઇ ગીરાણીના ઘર સુધીનો વિસ્તાર.
(7) પોરબંદર શહેરના નગીના મસ્જીદ પાસે મેમણવાડા ઉત્તરે અબ્દુલ કરીમ અલતાફ સકરાનીના ઘરથી દક્ષિણે બંધ ઘર સુધી તથા સામે અબ્દુલ ગફારના ઘર સુધીનો વિસ્તાર.
(8) પોરબંદર શહેરના મેમણવાડા ખાતે અજહરી કોલોની વિસ્તાર.
(9) પોરબંદર શહેરના ઠકકર પ્લોટ પાસે ઉત્તરે નફીઝ દીલાવર કાંબાવલીયાના ઘરથી દક્ષિણે અમિના હબીબી ગીગાણીના ઘર સુધીનો વિસ્તાર.
(10) પોરબંદર શહેરમાં ઠકકર પ્લોટ પાસેના પુર્વે હકીમ અલ્લારખા થી પશ્ચિમે એ-વન બેકરી ત્યાથી ઉત્તરે અનવર અલી ગજ્જરના ઘરથી દક્ષિણે એ-વન બેકરી સુધીનો વિસ્તાર.
(11) પોરબંદર શહેરમાં એરપોર્ટ વિસ્તાર પાસે એન.કે.હોસ્પિટલ પાછળના પુર્વે હસમુખ નરશી ખોડીયારના બાજુના ખુલ્લા પ્લોટથી પશ્ચિમે નરશી ત્રિકમ ખોડીયારના બાજુના ખુલ્લા પ્લોટ સુધી તથા સામે કન્ટ્રકશન એરીયા સુધીનો વિસ્તાર.
(12) પોરબંદર શહેરમાં મેમણવાડા ખાતેના નગીના મસ્જીદ બાજુમાં પશ્ચિમે યુનુસ ઉસ્માન સુર્યાના ઘરથી પુર્વે કાસમ વલી વાંદરીયાના ઘર સુધીનું અમીસા એપાર્ટમેન્ટનો વિસ્તાર.
(13) પોરબંદર શહેરમાં ખારવાવાડના મચ્છી માર્કેટ વિસ્તારના પુર્વેમાં જીતેન્દ્ર રામજી સોલંકીના ઘરથી પશ્ચિમે ટોડરમલ ધર્મેશ ખીમજીના ઘર સુધીનો વિસ્તાર.
14) પોરબંદર શહેરમાં ભાવના ડેરી પાસેના ઉત્તરે અસ્ફાક હુસેન મહમદના ઘરથી દક્ષિણે અબ્દુલ બસીરના ઘર સુધી તથા સામેના બંધ ઘરથી ઉત્તરે બંધ ઘર સુધીનો વિસ્તાર.
(15) પોરબંદર શહેરમાં બોખીરા વિસ્તારના ઉત્તરે હસનભાઇના બંધ ઘરથી દક્ષિણે મહેશ કાંતિલાલ મોઢાના ઘર સુધી તથા સામે મુરલીધર પાર્કના ખાલી પ્લોટ સુધીનો વિસ્તાર.
(16) પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકના અડવાણા ગામના પશ્ચિમે લાધા અરજનના ઘરથી પુર્વેમાં બંધ દુકાન સુધી તથા ઉત્તરે ધીરૂ મોહન વાઢેરના ઘર સુધી તથા પ્રફુલ જેરામ વાજાના ઘર સુધી તથા સામે બંધ ઘરથી દક્ષિણે મણી દેવશી ઓડેદરાના ઘર સુધી તથા સામે સોમનાથ મહાદેવના મંદિરથી અરભમ અરજન ઓડેદરાના ઘર સુધી તથા ખાણધર મનજી વીરજીના બંધ ઘરથી ખાણધર રામજીના ઘરથી પશ્ચિમે કાના કરશન પરમારના ઘર સુધીનો વિસ્તાર.
(17) પોરબંદર શહેરમાં પારેખ ચકલા પોસ્ટ ઓફિસ પાસે ઉત્તરે અમૃત જવેલર્સથી દક્ષિણે કાદરભાઇ બ્લીચીંગવાળાની દુકાન સુધી તથા પશ્ચિમે બંધ દુકાનથી ઉત્તરે ગંગા જવેલર્સની બાજુની બંધ દુકાન સુધીનો વિસ્તાર.
(18) પોરબંદર શહેરમાં રામટેકરી પાસે ઉત્તરે ઉત્સવ ડેકોરથી દક્ષિણે લાખાણી ફોટો આર્ટ તથા સામે દેવ ઇન્વેસ્ટમેનટથી પુનમ પાન સુધીના વિસ્તારને તારીખ 30-જુલાઇથી 26 ઓગસ્ટ સુધી કન્ટેઇમેન્ટ વિસ્તાર જાહેર કરેલો છે.
માલ અને સેવાઓ આપૂર્તિ માટે (પરવાનગી સાથે) અને મેડિકલ ઇમરજન્સી માટે વ્યક્તિઓની અવર-જવર, આ હુકમ સરકારી ફરજ ઉપરના અધિકારીશ્રી/કર્મચારીઓને લાગુ પડશે નહી, કન્ટેઇમેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક સેવાઓ 7 કલાક થી 19 કલાક સુધી જ ચાલુ રાખી શકાશે…