ETV Bharat / state

પોરબંદરના બરડા પંથકમાં પ્રાકૃતિક ખેતીથી ખેડૂતે મેળવ્યો કેરીનો મબલક પાક - Soil fertility

પોરબંદરમાં એક ખેડૂતે પ્રાકૃતિક ઢબે ખેતી કરીને કેરીનો મબલક પાક મેળવ્યો છે. ખેડૂતએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક રીતે ખેતી કરવાથી જમીનની ફળદદ્રુપતા જળવાઈ રહે છે.

YY
પોરબંદરના બરડા પંથકમાં પ્રાકૃતિક ખેતીથી ખેડૂતે મેળવ્યો કેરીનો મબલક પાક
author img

By

Published : Jun 5, 2021, 1:49 PM IST

  • પોરબંદરના ખેડૂત વળ્યા પ્રાકૃતિક રાહે
  • પ્રાકૃતિક ઢબે ખેતી કરી ઉપજાવી મબલખ કેરી
  • પ્રાકૃતિક રીતે ખેતી કરતા જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે

પોરબંદર: જિલ્લામાં ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે સાથે આધુનિક ખેતી કરી રહ્યા છે. રાસાયાણિક ખાતરથી પૈસાનો વધુ ખર્ચ તથા જમીનને પણ નુકશાન થાય છે. રાણાવાવના બરડા પંથકમાં આવેલા નાના એવા બિલેશ્વર ગામના પ્રગતિશીલ ખેડૂત આંબાભાઇ ભાંભેરાએ પોતાની ફળદ્રુપ જમીનના ૩ વિઘા વિસ્તારમાં દેશી ખાતરનો ઉપયોગ કરીને ગીરની પ્રખ્યાત કેસર કેરીના આંબાની કલમોનુ વાવેતર કરીને કેરીનુ મબલક ઉત્પાદન કર્યુ છે.

પ્રાકૃતિક ખેતીનો ફાયદો

બરડા ડુંગર વિસ્તારના બિલેશ્વર ગામની સીમમા આંબાભાઇની જમીન આવેલી છે. ખેડૂતે કહ્યુ કે, હું છેલ્લા ૩ વર્ષથી પ્રાકૃતિક તરફ વળ્યો છું. પ્રાકૃતિક ખેતીનો સૌથી મોટો ફાયદો એ છે કે, જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે છે. ખોટો ખર્ચ અટકે છે. અને સૌથી મહત્વ એ કે પ્રાકૃતિક ખેતીથી પાકેલા ધાન કે ફળ ખાવાથી લોકોના શરીરમાં દવા પ્રવેશતા અટકે છે.

આ પણ વાંચો : Organic Farming - 10 વીઘા જમીનમાં 350 મણ કેરીનું ઉત્પાદન મેળવે છે સણવલ્લા ગામનો ખેડૂત

આવનારા વર્ષમાં ઉત્પાદન વધતુ જશે

જુનાગઢ ગીર વિસ્તારમાથી કેસર આંબાની 114 કલમો લાવીને રાણાવાવના બિલેશ્વરમા પોતાની જમીનના 3 વિઘામાં અંદાજે 2500 થી વધુ કીલો કેરીના ફળનું ઉત્પાદન કરનાર આંબાભાઇએ વધુ જણાવ્યું હતુ કે, કલમ હજી નાની છે. આવનારા વર્ષમાં ઉત્પાદન વધતુ જશે. આમ પોરબંદર જિલ્લનાં પ્રગતિશીલ ખેડૂતો કોઠા સુઝથી પ્રાકૃતિક અને આધુનિક ખેતીના સાયુજ્યથી મબલખ પાકનું ઉત્પાદન કરીને અન્ય ખેડૂતોને પ્રેરણા પુરી પાડી રહ્યા છે.

આ પણ વાંચો : કીમના ખેડૂતે ખારાશવાળી જમીન પર ઔર્ગેનિક ખેતી કરી કેરીનો મબલક પાક મેળવ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.