ETV Bharat / state

પોરબંદર જિલ્લામાં શિક્ષકોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું

પોરબંદર જિલ્લામાં મત પ્રશિક્ષણ કેન્દ્ર અને જિલ્લા વ્યાયામ મંડળના સંયુક્ત ઉપક્રમે રમત-ગમત ક્ષેત્રે કાર્યરત વ્યાયામને લઇને શિક્ષકોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયુ હતુ.

પોરબંદર જિલ્લામાં શિક્ષકોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું
પોરબંદર જિલ્લામાં શિક્ષકોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું
author img

By

Published : Oct 30, 2020, 10:20 AM IST

  • શિક્ષકોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું
  • સચિન એરડા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળતા પૂર્વક સંચાલન

પોરબંદરઃ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર અને જિલ્લા વ્યાયામ મંડળના સંયુક્ત ઉપક્રમે સરદાર પટેલ રમત સંકુલ ખાતે રમત-ગમત ક્ષેત્રે વર્ષ 2019 ખેલમહાકુંભ, શાળાકીય તેમજ વિવિધ સ્પર્ધાઓને સફળ બનાવનારા વ્યાયામ શિક્ષકોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ DSCC પોરબંદર જિલ્લાના સિનિયર કોચ ડૉ.મનીષકુમાર જીલડીયા દ્વારા ડ્રેસ કોડ ડીઝાઇન કરતા ટી-શર્ટથી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યુ હતું.

પોરબંદર જિલ્લામાં શિક્ષકોની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરાયું
યોજનાઓની સમીક્ષા

આ ઉપરાંત કોવિડ-19 સંક્રમણથી પ્રભાવિત ક્ષેત્રે રમત અને તાલિમને લગતી વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી. આવનારા સમયમાં પોરબંદર જિલ્લાને રમત-ગમત ક્ષેત્રે વધુને વધુ સફળ બનાવવા માર્ગદર્શન સાથે અપીલ કરવામાં આવી હતી.

ડૉ.મનીષકુમાર જીલડીયા દ્વારા આભાર વ્યક્ત

પોરબંદર જિલ્લા વ્યાયામ મંડળ દ્વારા આવનારા દિવસોમાં શાળાઓ કાર્યરત થાય ત્યાં સુધી વ્યાયામ શિક્ષક તરીકેની અસરકારકતા અને શાળાઓ શરૂ થયા બાદ રમત પ્રવૃતિઓ અને સ્પર્ધાઓનું આયોજન સફળતા પૂર્વક થઇ શકે તે માટે પ્રમુખ અશોકભાઈ ઓડેદરા વતી મહામંત્રી નિર્મલા મહેશ્વરી દ્વારા વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ તકે ધવલભાઈ ખૂંટી, દેવજીભાઈ ઓડેદરા, મનીષભાઈ ઝાપડા ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી. સચિન એરડા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળતા પૂર્વક સંચાલન હાથ ધરવામાં આવ્યું હતુ. સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત વતી ડૉ. મનીષકુમાર જીલડીયા દ્વારા દરેકનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.