ETV Bharat / state

પોરબંદરમાં ભાજપ દ્વારા ગાંધી સંકલ્પ યાત્રા યોજાઈ - કીર્તિ મંદિર

પોરબંદર: શહેરમાં ગાંધી 150 જન્મજયંતિના ભાગ રૂપે ગાંધી સંકલ્પ યાત્રા કાઢવામાં આવી હતી. ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી આ સંકલ્પ યાત્રાનો પ્રારંભ સાંસદ રમેશભાઈ ધડુકના હસ્તે કરવામાં આવ્યો હતો. યાત્રા કીર્તિ મંદિરથી પોરબંદરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. જેમાં ગાંધી વિચારો સાથે સ્વચ્છતાનો સંદેશ ફેલાવવા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

ગાંધી સંકલ્પ યાત્રા
author img

By

Published : Oct 25, 2019, 5:17 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રકલ્પ સાથે ગાંધીજીની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે પોરબંદર ભાજપ દ્વારા ગાંધી સંકલ્પ યાત્રા યોજાઈ હતી. સંકલ્પ યાત્રાનો પ્રારંભ સાંસદ રમેશભાઈ ધડુકના હસ્તે શહેરના કીર્તિ મંદિરથી કરવામાં આવ્યો હતો. જેમાં ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા, પૂર્વ પ્રધાન ચીમનભાઈ સાપરિયા, જિલ્લા પ્રમુખ, તાલુકા પ્રમુખ સહિત કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

ભાજપ દ્વારા ગાંધી સંકલ્પ યાત્રા યોજાઈ

આ યાત્રા દરમિયાન સાંસદ રમેશભાઈ ધડુકે લોકોને જીવનમાં ગાંધીજીના સ્વચ્છતાના સંકલ્પને સાકાર કરવા તથા સ્વચ્છતા જાળવવા અંગે જણાવ્યું હતું. આ ઉપરાંત સાંસદે લોકોને સ્વચ્છ પોરબંદર બનાવવાની અપીલ કરી હતી.

Intro:પોરબંદર માં ભાજપ દ્વારા ગાંધી સંકલ્પ યાત્રા યોજાઈ

સત્ય અને અહિંસા ના પુજારી ગાંધીજી નુ જન્મ સ્થળ પોરબંદરમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધી સંકલ્પ યાત્રા યોજાઇ હતી આ પદયાત્રા સાંસદ રમેશભાઈ ધડુક ના હસ્તે પ્રારંભ કરાયો હતો અને પોરબંદરના વિવિધ વિસ્તારોમાં ગાંધીજીના વિચારો સાથે સ્વચ્છતાનો સંદેશો લઈ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે નીકળી હતી

Body:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રકલ્પો સાથે 150મી ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા ગાંધીજી માં જન્મ સ્થળ પોરબંદર ના કીર્તિ મંદિર થી શરૂઆત કરાઈ હતી જેમાં ધારા સભ્ય બાબુભાઇ બોખીરીયા, પૂર્વ પ્રધાન ચીમનભાઈ સાપરિયા,સંતો અને જીલ્લા પંચાયત પ્રમુખ નિલેશ મોરી ,પાલિકા પ્રમુખ અશોક ભદ્રેચા સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તા ઓ સાથે વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા

કીર્તિમંદિર થી શરૂ થયેલ આ ગાંધી સંકલ્પ યાત્રા માણેક ચોકથી એમ જી રોડ કમલાબાગ છાયા ચોકી ખીજડી પ્લોટ સ્ટેશન રોડ શીતળા ચોક થી માણેક ચોક માં સમાપન કરાયું હતું

આ યાત્રા દ્વારા સાંસદ રમેશ ભાઈ ધડુકે લોકો ને જીવન માં ગાંધીજી ના સ્વચ્છતા ના સંકલ્પ ને સાકાર કરવા જણાવ્યું હતું અને ઠેર ઠેર ગંદકી ન કરવા જણાવ્યું હતું સરકાર ને સહકાર આપવા અને સ્વચ્છ પોરબંદર બનાવવા નો સંકલ્પ લેવા ની અપીલ કરી હતી તો બાબુભાઇ બોખીરીયા એ પણ ગાંધીજી ના વિચારો ને અનુસરવા જણાવ્યું હતું

Conclusion:બાઈટ રમેશ ધડુક (સાંસદ પોરબંદર)
બાઈટ બાબુભાઇ બોખીરીયા (ધરાસભ્ય પોરબંદર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.