પોરબંદરઃ જિલ્લામાં NFSA તથા NON-NFSA, BPL કાર્ડધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાયુ છે. રેશનકાર્ડનો છેલ્લો અંક 5 હોય તેઓને 19 જૂનના રોજ રાશન વિતરણ કરાશે.
રાજ્ય સરકારની સૂચના મુજબ તથા પોરબંદર કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા પોરબંદર જિલ્લાના તમામ NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને 15 જૂનથી 24 જૂન સુધી વાજબી ભાવની દુકાનો પરથી વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. ત્યારે આજે સતત ચોથા દિવસે લાભાર્થીઓને વિનામૂલ્યે રાશન વિતરણ કરાયું હતું.
રેશનકાર્ડનો છેલ્લો અંક 5 હોય તેઓને 19 જૂનના રોજ અનાજ વિતરણ કરાશે. તમામ NFSA તથા NON-NFSA BPL કાર્ડધારકોને તેમના રાશન કાર્ડનો છેલ્લા અંક નંબર પ્રમાણે તારીખ મુજબ તમામ કાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવશે. રાશન લેવા માટે કાર્ડધારકોએ રાશનકાર્ડ તથા ઓરીજનલ આધારકાર્ડ સાથે લઇ જવાના રહેશે. રાશન લેતી વખતે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સૂચન કરવામાં આવ્યું છે.