જીલ્લા ચૂંટણી અધિકારી મુકેશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ કોમ્પ્યુટરાઈઝ્ડ પદ્ધતિથી માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોની હાજરીમાં પ્રથમ રેન્ડમાઈઝેશન સાથે EVM/VVPATની ફિઝિકલ ફાળવણી કરવામાં આવી હતી. પોરબંદરની 11 લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 83-પોરબંદર વિસ્તારમાં, 254 મતદાન મથક પર 987 અને 84-કુતિયાણાનાં 235 મતદાન મથક પર 714 એમ કુલ 1701 કર્મચારીઓની ફાળવણી કરવામાં આવી છે.
રેન્ડમાઇઝેશન કામગીરી પ્રસંગે મેન પાવર નોડલ અને અધિક કલેક્ટર મહેશ જોષી, પ્રાંત અધિકારી પોરબંદર કે.વી.બાટી, કુતિયાણા પ્રાંત અધિકારી અંસારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે.જી.ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. રેન્ડમાઇઝેશનની કામગીરીમાં નાયબ મામલતદાર વિપુલ પુરોહિત અને નિલેષ મહેતા તેમજ સિસ્ટમ સુપરવાઇઝર સહભાગી થયા હતા.