પોરબંદર :કૃષ્ણ સખા સુદામાની નગરી અને ગાંધીજીના જન્મ સ્થળ તરીકે ઓળખાતા પોરબંદરને ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના સંદીપની આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે થોડા દિવસો પહેલા કલેકટર કચેરી પાસે આવેલ સાંદિપની ગેટનું ડીમોલેશન થતા આ અંગે અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.
જ્યારે આ બાબતે પોરબંદર અધિક જિલ્લા કલેકટર રાજેશ તન્નાએ જણાવ્યું હતું કે, રસ્તો પહોળો કરવાનો હોવાના કારણે સાંદિપની આશ્રમ દ્વારા સ્વૈચ્છિક રીતે જ આ ગેટ હટાવવામાં આવ્યો છે. સાંદિપની આશ્રમના મેનેજમેન્ટ દ્વારા મનોજભાઈ મોઢાના જણાવ્યા અનુસાર રસ્તો પહોળો કરવાના હેતુથી આ ગેટને સાંદિપની આશ્રમ દ્વારા સ્વખર્ચે જ હટાવવામાં આવ્યો છે.