પોરબંદર: વિશ્વભરમાં કોરોનાનો કહેર વર્તાયો છે, ત્યારે કોરોના પોઝિટિવ દર્દીને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે, આ દરમિયાન તેના પરિવારજનોને અથવા અન્ય કોઇપણ વ્યક્તિઓને મળવા દેવામાં આવતા નથી એવા સમયમાં જ્યારે રક્ષાબંધનનો દિવસ હોય, ત્યારે બહેન રાખડી બાંધી ન શકતા કોરોના પોઝિટિવના દર્દીઓની બહેનોએ આપેલી રાખડી પોરબંદરમાં ભાવસિંહજી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારીઓએ આઇસોલેશન વિભાગના કોરોના પોઝિટિવ દર્દીઓને બાંધી હતી.
રાખડી બાંધતા સમયે દર્દીઓને મજબૂત મનોબળ સાથે કોરોનાને માત આપે તેવા આશીર્વાદ આપ્યા હતા. આ તહેવારના દિવસે દરેક બહેન પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધતી હોય છે, ત્યારે તમામ દર્દીઓને ભાવસિંહજી હોસ્પિટલના ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ જિલ્લા વહિવટી તંત્રના દ્વારા આ પવિત્ર તહેવારમાં જલદી સાજા થઇ જાય તેવી શુભકામનાઓ પાઠવી હતી.