પોરબંદર: એક યુવક સાથે છેતરપિંડી કરી જન્મ તારીખનો ખોટો દાખલો કઢાવવાના મામલે એક પોલીસ પુત્રી સામે અમદાવાદ (Fake Passport Case Ahmedabad)માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. SRPના DySP એ.આર. ગોઢાણિયાની પુત્રીએ વિદેશ જવા માટે ગુનો આચર્યો હતો. આરોપીના પિતા DySP હોવાના કારણે જન્મ તારીખના 2 અલગ-અલગ દાખલા (Fake Birth certificate Rajkot) અને 2 અલગ-અલગ પાસપોર્ટના ગુનામાં છેલ્લા એક વર્ષથી પોલીસ દ્વારા કાર્યવાહી થઇ રહી નથી તેવા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. બોગસ જન્મ તારીખના દાખલા અને બોગસ પાસપોર્ટ કાઢી આપવામાં મદદ કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવા પણ માંગ ઊઠી છે.
ખોટા જન્મ તારીખના દાખલા અને પાસપોર્ટ કરાવ્યા
અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન (Ahmedabad Navrangpura Police Station)માં પાસપોર્ટ વિભાગના કર્મચારી પંકજ મિશ્રા દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. પૂનમ ઓડેદરા નામની મહિલાએ નામ બદલાવીને ખોટા જન્મ તારીખના દાખલા અને પાસપોર્ટ કરાવ્યા છે. આ ગુનામાં પૂનમને મદદ કરનારા તમામ સામે કાર્યવાહી થાય તેવી માંગ પણ કરી છે. જો કે પૂનમ SRPમાં DySP તરીકે ફરજ બજાવતા અરભમભાઈ રાણાભાઈ ગોઢાણિયાની પુત્રી હોવાના કારણે એક વર્ષથી આ અંગે પોરબંદર પોલીસે ફરિયાદ નોંધી નહોતી તેમ કાનાભાઈ ઓડેદરાએ જણાવ્યું હતુ.
વિદેશમાં રહેતા યુવક સાથે થયા હતા લગ્ન
DySPની પુત્રીના લગ્ન વિદેશમાં વસવાટ કરતા મૂળ પોરબંદરના ભુપત ઓડેદરા સાથે થયા હતા. રાજકોટ SRP ગ્રુપમાં DySP (Rajkot SRP DySP) તરીકે ફરજ બજાવતા અરભમ ભાઈ રાણાભાઈની પુત્રી પૂનમના લગ્ન પોરબંદરના કાનાભાઈ માંડણ ભાઈ ઓડેદરાના પુત્ર ભુપત સાથે થયા હતા. ભુપત ઓડેદરા વિદેશમાં વસવાટ કરે છે. લગ્ન કરીને તેમની પત્ની પૂનમ પણ વિદેશ ગઈ હતી. ત્યાં પતિ-પત્ની વચ્ચે વાંધો પડતાં પૂનમના પિતા DySP હોવાના લીધે પોલીસ ખાતામાં પોતાની વગનો ઉપયોગ કરી પોરબંદરના કાનાભાઈ ઓડેદરા સહિતના ઘરમાં તમામ સભ્યો સામે અલગ-અલગ ફરિયાદ દાખલ કરાવી હતી. લગ્ન બાદ પૂનમ પોરબંદર ન આવી હોવા છતાં પોરબંદરમાં રહેતા તેના સસરા અને પરિવારના અન્ય સભ્યો સામે પણ 498-ક મુજબની ફરિયાદ દાખલ થઇ હતી.
આ પણ વાંચો: અમદાવાદમાં બોગસ પાસપોર્ટનાં કેસમાં 10 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
માતાનું નામ બદલવામાં આવ્યું
તેથી પોરબંદરના કાનાભાઈ માંડણભાઇ ઓડેદરા દ્વારા માહિતી અધિકાર (Right to information act Porbandar) નીચે માહિતી મંગાવવામાં આવતા પોતાની પુત્રવધુ પૂનમ નો જન્મ 6-7-1995ના રોજ થયો હોવાનો અને દાખલો કઢાવી પાસપોર્ટ કઢાવ્યો હોવાનું સામે આવ્યું હતું. બ્રિટિશ કાયદા મુજબ ઉંમર 21 વર્ષ ફરજિયાત હોય બીજો દાખલો બોપલ ગ્રામ પંચાયત (Bopal Gram Panchayat) પાસે કઢાવી તેની જન્મ તારીખ 6-7-1993 બતાવવામાં આવી હતી. પકડાઈ ન જાય તે માટે પિતાનું નામ અરભમ રાણાભાઇ ગોઢાણિયા અને નવા દાખલામાં અરભમભાઇ રાજાભાઈ ગોઢાણીયા અને માતાનું નામ આશાબેન અરભમભાઇ ગોઢાણિયા હોવા છતાં નવા દાખલામાં હંસાબેન કરી નાખવામાં આવ્યું હતું.
એક વર્ષથી પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી
આ રીતે જન્મ તારીખના 2 દાખલા અને તેના આધાર પર 2 ખોટા પાસપોર્ટ (Fake Passport Ahmedabad) કઢાવવામાં આવ્યા હતા. પોરબંદર પોલીસ અને ગૃહ વિભાગમાં અનેકવાર વિગતો આપી પણ કોઈ ફરિયાદ લેવાઈ નહોતી આ આ બાબતે પોરબંદરના કાનાભાઈ માંડણભાઇ ઓડેદરા દ્વારા ગૃહ ખાતામાં અને પોરબંદર SPને ફરિયાદો આપી હતી અને તેના જવાબ પણ લેવામાં આવ્યા હતા. આરોપીના પિતા DySP હોવાના લીધે કોઈ ફરિયાદ લેવાઈ નહોતી અને એક વર્ષથી પોલીસે કોઈ કાર્યવાહી કરી નહોતી.
આ પણ વાંચો: ATS દ્વારા બોગસ bogus passports- Visas બનાવી વિદેશોમાં લોકોને મોકલવાના રેકેટનો પદાફાશ
ગુનામાં શામેલ તમામ સામે કાર્યવાહી કરવાની માંગ
ફરિયાદીએ પાસપોર્ટ વિભાગમાં 2 પાસપોર્ટ હોવાની ફરિયાદ દાખલ કરાવતા અને તેના પુત્ર ભુપત ઓડેદરાએ બ્રિટિશ હાઈ કમિશન (British High Commission)માં તે સંબંધે ફરિયાદ કરતા અમદાવાદના નવરંગપુરા પોલીસ મથકે પાસપોર્ટ વિભાગના કર્મચારી પંકજ મિશ્રાએ આરોપી પૂનમ ઓડેદરા સામે IPC કલમ 465, 467, 468, 471 વગેરે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનામાં શામેલ તમામ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. આ કાર્યવાહીમાં ફરિયાદી પક્ષે પોરબંદરના એડવોકેટ ભરત લાખાણીએ જણાવ્યું હતુ કે, આ બાબતમાં આરોપી સામે જો કડક એક્શન લેવામાં આવશે તો એક ઇતિહાસ બનશે અને ભવિષ્યમાં બોગસ પાસપોર્ટ બનાવનારા માટે દાખલા રૂપ સાબિત થશે.