ETV Bharat / state

Fake doctor caught : પોરબંદર માંથી નકલી ડોક્ટરને પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યો

વાડોત્રા ગામમાં કોઇપણ જાતની મેડીકલ ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરને રુપીયા 61,245/- ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. પોરબંદર પોલીસે ગુનો દાખલ કરી વધું તપાસ હાથ ધરી છે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 18, 2024, 4:06 PM IST

પોરબંદર : ગામડાઓમાં દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી કમાણી કરતા અનેક બોગસ તબીબો ઝડપાતા હોય છે અને તેમની વિરોધ કડક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. આવા કાળા કામ કરનારા તબીબોને જાણે કાનુનનો કોઇ ડર જ નથી હોતો તે પ્રકારે ખુલ્લેઆમ હોસ્પિટલ ખોલીને કામ કરતા હોય છે. આવો જ એક કિસ્સો હાલમાં વડોત્રા ગામમાં જોવા મળ્યો છે. એક બોગસ તબીબને પોલીસે રંગે હાથ ઝડપી લીધો છે.

લાયકાત વગર કામ કરતો હતો : જીલ્લામા માનવ જીંદગી જોખમાય તે રીતે કોઇપણ જાતની લાયકાત કે ડીગ્રી વગર મેડીકલ પ્રેકટીસ કરતા બોગસ ડોકટરોને શોધી કાઢી તેમના વિરુધ્ધ કાર્યવાહી કરવા કરવામાં આવે છે. આ બાબતની સૂચના ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર પી. ડી. જાદવને આપવામાં આવી હતી. તબીબ પાસેથી અલગ-અલગ જાતની કેપ્સૂલ તથા ઇંજેકશન, દવાઓ તથા મેડીકલ તપાસના સાધનો મળી આવ્યા હતા.

પોલીસે તપાસ હાથ ધરી : પોલીસે બાતમીના આધારે વાડોત્રા મેઇન બજાર પાસે વંસત મોહનભાઈ પાણખાણીયા કોઇપણ જાતની લાયકાત વગર ડોકટર તરીકે મેડીકલ પ્રેકટીસ કરી દવાઓ આપતો હતો. જેથી તેના કબજા માંથી અલગ-અલગ પ્રકારની કેપ્સૂલ તથા ઇંજેકશનો વગેરે દવાઓ તથા મેડીકલ તપાસણીના સાધનો મળી કુલ કીંમત રૂપીયા 61,245/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

  1. Bilkis Bano Case: સુપ્રીમ કોર્ટ બિલ્કીસ કેસના ગુનેગારોની અરજી પર સુનાવણી કરવા સહમત થઈ
  2. Valsad News: 'પૈસા લેવા જાઉ છું, હમણા આવું છું', કહીને નીકળેલી મહિલાની લાશ મળી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.