પોરબંદર : જિલ્લામાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. જેથી 30 જુલાઇએ 110 સેમ્પલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા. જેમાંથી 30 સેમ્પલ પોરબંદરમાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 19 નેગેટિવ અને 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ત્રણનો રિપોર્ટ પેન્ડિંગ છે. આ ઉપરાંત 80 સેમ્પલ ટેસ્ટ માટે જામનગર ખાતે મોકલવામાં આવ્યા હતા.
પોઝિટિવ આવેલા આઠમાંથી પોરબંદરમાં વાડી પ્લોટમાં રહેતા 46 વર્ષના પુરુષ, ચૂના ભઠ્ઠી પાસે રહેતા 70 વર્ષના મહિલા, ફુજમ ફળિયામાં રહેતા 78 વર્ષના મહિલા, રાણાવાવના 70 વર્ષના મહિલા, પેરેડાઇઝ સિનેમા લવલી પાન પાસે રહેતા 49 વર્ષના મહિલા, માણેકબાઇ સ્કૂલ વાણીયાવાડમાં રહેતા 46 વર્ષના પુરુષ, પેરેડાઇઝ સિનેમા પાસે રહેતા 52 વર્ષના પુરુષ, રાણાવાવમાં ફુજમ ફળિયામાં રહેતા 19 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જ્યારે 80 સેમ્પલ જામનગર મોકલવામાં આવ્યા છે. તેનો રિપોર્ટ બાકી છે. હાલ નવા આવેલા કોરોના પોઝિટિવ દર્દીઓની આસપાસના રહેણાક વિસ્કતારને કન્ટેન્ટમેન્ટ ઝોન કરવાની કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.