પોરબંદરઃ જિલ્લાના રાણાવાવ તાલુકાના સાજણ વાળા નેશ ચેક ડેમ પાસેથી એલસીબીની ટીમે 510 લીટર દેશી દારૂ જેની કીમત 10,720નો જથ્થો ઝડપી પાડ્યો હતો. તેમજ ચાર શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીને મળેલી ચોકકસ હકિકતને આધારે રાણાવાવ સાજણાવાળા નેશ, ચેકડેમ પાસે આરોપી રામા ઘાનાભાઇ ઉલવાના વાડામાં આરોપી રામા ઉલવા, લખમણ ઉલવા, રામા કરમણભાઇ ઉલવા, ભરત જેસાભાઇ રાડા પાસેથી ગેરકાયદેસર દેશી દારૂ ભરેલા 65 લીટરના પ્લાસ્ટીકના કેરબા નંગ-4, દારૂ લીટર-260 કેરબા સહીત કિમત રૂપિયા 5,720 દેશી દારૂની કોથળીઓ નંગ-50, દારૂ લીટર-250 સહિત કિમત રૂપિયા 5,000 મળી કુલ દારૂ લીટર 510નો મુદામાલ રાખી હાજર નહીં મળી આવી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો હોય જેથી રાણાવાવ પોલીસ સ્ટેશનમા ચારેય વિરુદ્ધ ગુનો નોધવામાં આવ્યો છે.