- સુરક્ષા જવાન સાથે ઘરેણાંને રક્ષણ અપાય છે
- શિવજીને સોનાના આભૂષણોનો થાય છે શણગાર
- પૂજારીએ ત્રણ પેઢીથી રાજાશાહી પરંપરાને રાખી જીવંત
પોરબંદર: જિલ્લાના ભોજેશ્વર મહાદેવના મંદિરે મહાદેવને શિવરાત્રીના દિવસે રાજાશાહી વખતનાં ઘરેણાંનો શણગાર કરવામાં આવે છે. છેલ્લાં સો વર્ષથી ચાલતી આ પરંપરા પૂજારી પરિવારે હજી જીવંત રાખી છે. મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરે છે. કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે છે.
આ પણ વાંચો: આજે મહાશિવરાત્રી, જાણો પાવન પર્વનું માહાત્મય અને પૂજા-વિધીની પધ્ધતિ
1 કિલો જેટલા સોનાનાં ઘરેણાંનો કરાય છે શણગાર
પોરબંદરના ભોજેશ્વર મહાદેવના મંદિરે વર્ષો પહેલા પોરબંદરના રાજા ભોજરાજે આ પરંપરા શરૂ કરી હતી. રાજાએ શિવજીના શણગાર માટે સોનાના ઘરેણાં આપ્યા હતા. જેમાં સોનાનો કંદોરો જેમાં 59 ઘૂંઘરી, સોનાનો ટોપ તથા માતાજીને સોનાના ઝાંઝર-જેમાં બે ચપટી ઘૂંઘરી, ચાર બલોયા ( સોનાની બંગડી)સોનાનો મૂંગટ, જયપુરી જડતરનો ચાંદલો જેમાં 6 લટકણીયા મળીને અંદાજે એક કિલો જેટલું સોનું થાય છે. ચાંદીનું છત્ર જેમાં 36 ઘૂંઘરીઓ છે. આ તમામ દાગીના સરકારી તિજોરી કચેરીમાં સુરક્ષિત રાખવામાં આવે છે. શિવરાત્રીના દિવસે જ ભોજેશ્વર મહાદેવના મંદિરમાં પોલીસ સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવે છે.
આ પણ વાંચો: ભગવાન શિવની 12 જ્યોતિર્લિંગ, જેમની દ્રષ્ટિ માત્રથી તમામ તકલીફો થશે દૂર
પૂજારીની ત્રણ પેઢીથી ચાલી રહી છે આ પરંપરા
પોરબંદરનું ભોજેશ્વર મહાદેવનું મંદિર 199 વર્ષ જૂનું છે, પરંતુ 100 વર્ષ પહેલા ઘરેણાં શણગારની પરંપરા પોરબંદરના રાજાએ કરી હતી અને તે સમયે રામશંકર પ્રજારામ જોશી પૂજારી હતા તેમજ પૌત્ર કિશોરચંદ્ર હાલ મંદિરમાં પૂજા કરી રહ્યા છે. આમ, આ મંદિરમાં અનેક શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓની કોરોનાના કારણે સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. કોવિડ-19ના નિયમનું મંદિર પરિસરમાં પાલન કરાઈ રહ્યું છે.