પોરબંદર : છેલ્લાં 40 વર્ષથી વસંત પંચમીના દિવસે બંગાળી પરિવાર દ્વારા સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ બંગાળી કલ્ચર કમિટી દ્વારા બંગાળી પરિવારો માટે સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત બંગાળી પરિવારોનાં બાળકોએ મા સરસ્વતીના આશીર્વાદ લઈ પાટી અને પેનથી અક્ષરજ્ઞાનની શરૂઆત કરી હતી.
આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે અને સરસ્વતી પૂજન બાદ બાળકને અભ્યાસની શરૂઆત કરાવવામાં આવે છે. જેથી બાળક પર મા સરસ્વતીના આશીર્વાદ રહે અને ઉન્નતિ કરે .સવારે સરસ્વતી પૂજન કરવામાં આવે છે અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે બપોર બાદ સંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામા આવે છે . આવતીકાલે મા સરસ્વતીની મૂર્તિનું બંગાળી પરિવારો દ્વારા વિસર્જન કરવામાં આવશે .આ કાર્યક્રમમાં ગુજરાતી પરિવારો પણ ઉપસ્થિત રહી એકતાનો સંદેશો આપે છે.