- ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ કમલાબાગ સુધી રેલી યોજી
- કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ ભર્યા ઉમેદવારી ફોર્મ
- જીતવા માટે એડી-ચોંટીનું જોર લગાવશે રાજકીય પક્ષો
પોરબંદર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષોના ઉમેદવારોએ પોરબંદર જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણી લડવા ઉમેદવારી ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા શરૂ કરી છે.
ઉમેદવારો જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે
પોરબંદરમાં ભાજપ જિલ્લા પંચાયતના તથા નગરપાલિકાના તમામ ઉમેદવારોએ ભાજપ કાર્યાલયથી કમલાબાગ સુધીની રેલી યોજી હતી અને ત્યારબાદ કલેક્ટર ઓફિસ પર જઇને ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તો કોંગ્રેસ પક્ષના પણ દાવેદાર ઉમેદવારોએ જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આવનારા દિવસોમાં ચૂંટણી પ્રચાર અને પ્રસાર માટે ઉમેદવારો એડી-ચોંટીનું જોર લગાવશે.