ETV Bharat / state

વસુધૈવ કુટુમ્બકમની ભાવનાના પ્રહરી કથાકાર રમેશભાઈ ઓઝાનો આજે જન્મદિવસ - રમેશભાઈ ઓઝા

પોરબંદરઃ 30 વર્ષની ઉંમરે વિદેશની ધરતી પર ભાગવતકથા કરનાર યુવાનને અઢી કરોડ મળ્યા હતાં. આ યુવાને અઢી કરોડ રુપિયાને આંખની હોસ્પિટલને દાનમાં આપી દઈ સૌને ચોંકાવી દીધા હતાં.  જો કે પહેલી કથા તેમણે તેમના ઘરે  માત્ર 13 વર્ષની ઉંમરે કરી હતી. માનવતાની મૂર્તિ બનીને જાણીતા થનાર આ યુવાન એટલે રમેશભાઈ ઓઝા. જેમને તેમના ભાવકો 'ભાઈશ્રી' તરીકે પણ ઓળખે છે. આજે તેમની 63મી વર્ષગાંઠ છે.

વસુધૈવ કુટુમ્બકમની ભાવનાના પ્રહરી કથાકાર રમેશભાઈ ઓઝાનો આજે જન્મદીન!
author img

By

Published : Aug 31, 2019, 7:07 PM IST

Updated : Aug 31, 2019, 8:04 PM IST

પૂજ્ય રમેશભાઈ ઓઝા 31 ઓગષ્ટ 1957માં ગુજરાતમાં જન્મયા. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલું દેવકા ગામ તેમનું જન્મસ્થળ. ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલા રમેશભાઈને કથા કહેવાની કળા તેમજ ધર્મ અને આધ્યાત્મનું જ્ઞાન વારસામાં જ મળ્યુ હતું. તેમના પિતા અને કાકા પણ કથા કહેતા હતાં. પછી અઢળક વાંચનથી રમેશભાઈએ આ જ્ઞાનને વધુ સમૃદ્ધ બનાવ્યુ. તેમનું પ્રાથમિક શિક્ષણ રાજુલાની તત્વજ્યોતિ શાળામાં થયું અને અંગ્રેજી સાથે સ્નાતક થયા. તેમનું કોલેજશિક્ષણ મુંબઈમાં થયુ અને કોલેજકાળ દરમિયાન જ મુંબઈ સેન્ટ્રલમાં પહેલી વ્યવસાયિક કથા યોજી હતી.

કથાકાર તરીકે મુંબઈથી શરુ થયેલી યાત્રા વિદેશો સુધી વિસ્તરી અને પ્રસરી, ભાગ્યે જ એવો કોઈ દેશ હશે જ્યાં પૂજ્ય રમેશભાઈ ઓઝાની કથા નહીં થઈ હોય. 2018 સુધીમાં ભાઈશ્રીએ 29 દેશોમાં 460થી વધારે ભાગવત કથા, 100થી વધુ રામ કથા, 35થી વધુ નવરાત્રી અનુષ્ઠાન, 45 જેટલા ગીતા જ્ઞાન યજ્ઞ, ઉપરાંત અનેક હનુમાન ચાલિસા કથા, શિવચરિત્ર કથા કરી છે.

જન્મભૂમિ દેવકાનું ઋણ ચુકવવા રમેશભાઈએ તેમના ગામમાં 'દેવકા વિદ્યાપીઠ'ની સ્થાપના કરી હતી. જેના માધ્યમથી તેઓ શિક્ષણ આપવાનું કાર્ય કરે છે. તેમજ પોરબંદરના બાબડા ગામની સાંદિપની વિદ્યાનિકેતનને જીવતદાન આપીને તેના સંચાલનમાં પૂજ્ય રમેશભાઈ પોતાનો સમય, નાણાં અને શક્તિ ખર્ચી રહ્યા છે. તેમજ 'તત્વદર્શન' સામયિક દ્વારા તેઓ સદ્દવિચારનો ફેલાવો કરી રહ્યા છે. રમેશભાઈ ઓઝાને "ભાગવત આચાર્ય", "ભાગવત રત્ન", "ભાગવત ભૂષણ" સહિત વિવિધ પુરસ્કથી સમ્માનિત કરાયા છે.

વસુધૈવ કુટુમ્બકમની ભાવનાના પ્રહરી કથાકાર રમેશભાઈ ઓઝાનો આજે જન્મદિવસ

વસુધૈવ કુટુમ્બકમની ભાવનાના પ્રહરી, હિન્દુ ધર્મના હિતેચ્છુ એવા પૂજય રમેશભાઈના જન્મદિન નિમિત્તે પોરબંદરમાં તેમના ભાવીકોએ સેવાયજ્ઞ તરીકે ઉજવી ચોપાટી ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યુ હતું.

Intro:પ્રસિધ્ધ કથાકાર કથાકાર રમેશ ભાઈ ઓઝા નો આજે જન્મદિવસ

રમેશભાઈ ઓઝા 'ભાઈશ્રી' અને 'ભાઈજી', હિંદુ ધર્મનાં જાણીતા ભાગવત કથાકાર છે. તેમનો જન્મ ૩૧ ઓગસ્ટ ૧૯૫૭ નાં રોજ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનાં દેવકા ગામે, પિતા વ્રજલાલ કે. ઓઝા અને માતા લક્ષ્મીબેનને ત્યાં, થયો હતો. તેઓ જ્ઞાતીએ ઔદિચ્ય બ્રાહ્મણ છે. એમણે અંગ્રેજી માધ્યમમાં વિનયન શાખામાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. આથી એમની કથાઓમાં શ્રોતાઓને ભાગવતની સાથે સાથે અંગ્રેજી સંવાદો તેમ જ ગહન તત્વજ્ઞાનનો લ્હાવો પણ અસ્ખલીતપણે પહાડી અવાજમાં માણવા મળે છે.આજે તેમના જન્મદિવસ ની ઉજવણી સાપુતારા ખાતે કરવામાં આવી હતી
તેઓએ પોરબંદર એરોડ્રામ સામે આવેલા રાંઘાવાવ ગામ ખાતે સાંદિપની વિદ્યા નિકેતન નામે સંસ્થા સ્થાપેલ છે, જ્યાં હજારો વિદ્યાર્થીઓને ધર્મ અને સંસ્કૃતિનું શિક્ષણ અપાય છે.

Body:રમેશભાઈ ઓઝા ના પરિવાર માં તેના સહિત ૪ ભાઈ અને ૨ બહેન છે. રમેશભાઈ ઓઝા એ પોતનું પ્રારંભિક શિક્ષણ રાજુલા નામના નાના ગામ નજીક "તત્વજ્યોતિ" નામની શાળામાંથી મેળ્વ્યું હતું. રમેશભાઈ ઓઝા પોતના પિતા વ્રજલાલ હેઠળ હમેશા "ભાગવદગીતા" નો પાઠ કરતા હતાં. રમેશભાઈ ઓઝા ના કાકા જીવરાજભાઈ ઓઝા એક અત્યંત આદરણીય કથાવાચક હતા.

રમેશભાઈ ઓઝા એ કોલેજનું શિક્ષણા મુંબઇ માં લીધું. ત્યાં તેમણે ૧૮ વર્ષની ઉંમરે સેન્ટ્રલ મુંબઈ માં વ્યાવસયિક કથા યોજી હતી. રમેશભાઈ ઓઝા ને "ભાગવત આચાર્ય","ભાગવત રત્ન","ભાગવત ભૂષણ" સહિત વિવિધ પુરસ્કર થી સમ્માનિત કરવામાં આવ્યાં. દેવકાની આ ધરતી ઉપર રમેશભાઈ ઓઝા ઉછરી ને મોટા થયા.આ જન્મભમિ પર દાતાઓના સહયોગથી દેવકા વિધ્યાપીઠ નું નિર્માણ કરાયું છે . રમેશભાઈ ઓઝા બાળપણમાં મિત્રો સાથે રમતા ત્યારે પણ કથા-કથા ની પણ રમત રમતા હતા. અંગ્રેજી માધ્યમની કોમર્સ કોલેજ માં ભણાતા રમેશભાઈ એક તબક્કે ચાર્ટર્ડ એકાઉટન્ટ થવાનું વિચારતા હતા, પરંતુ હ્રદય થી એમનું મન કથાકાર બનવા ઝંખતું હતું.
Conclusion: ઇ.સ.૧૯૮૭ માં માત્ર ૩૦ વર્ષ ની ઊંમરે ભાગવત કથા પરાયણ માટે એમને લંડનથી આમંત્રણ મળ્યું. એ એમની પરદેશ ભૂમિની પહેલી કથા હતી. ભાઈશ્રી ની કથાકાર તરીકે ની પુરસ્ક્રૃતિ પણ થઇ છે.ભારતીય સંસ્ક્રૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા તેમણે "સાંન્દિપની વિધાનિકેતન" ની સ્થાપના કરી. ઇશ્વરક્રૃપા એ એમનું મધુરકંઠ નું વરદાન મળ્યું હતું. ૨૦૦૬ માં "હિંદુ ઑફ ધ યર" અવોર્ડ થી સમ્માનિત કરાયા. આના પછી તેઓએ "તત્વદર્શન" નામનું સામાયિક પ્રસિધ્ધ કર્યું. રામકથા ના અને ભાગવત ના રહસ્યલોક ના ઉદ્ગતા ભાઈશ્રી આજે ગુજરાત ના બીજા નંબર ના પ્રસિધ્ધ કથાકાર છે.

રમેશભાઈ ઓઝા આંતરરાષ્ટ્રીય રીતે "શ્રીમદ્ ભગવદ્ ગીતા" અને અન્ય હિન્દુ ગ્રંથો પર પ્રવચન માટે જાણીતા છે. આધ્યાત્મિક દ્વારા શાંતી , સુખ અને જવાબદારીની ભાવના લાવવા માટે જાણીતા છે.
Last Updated : Aug 31, 2019, 8:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.