ETV Bharat / state

Bageshwar Dham in Porbandar :પોરબંદર સાંદિપની આશ્રમ મુલાકાતે બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષામાં કચાશ, રમેશ ઓઝાએ કહ્યું આઈ લવ યુ - Bageshwar Dham in Porbandar

પોરબંદરમાં આવેલ સાંદિપની આશ્રમમાં બાગેશ્વર ધામ પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ મુલાકાત લીધી હતી. ત્યારે એકસમયે ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષામાં કચાશ જોવા મળી હતી. પોરબંદરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને જોવા લોકોની પડાપડી હતી તેવામાં નબળી સુરક્ષાનો મુદ્દો સામે આવ્યો હતો.

Bageshwar Dham in Porbandar :પોરબંદર સાંદિપની આશ્રમ મુલાકાતે બાગેશ્વર ધામ ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષામાં કચાશ, રમેશ ઓઝાએ કહ્યું આઈ લવ યુ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 18, 2023, 7:50 PM IST

નબળી સુરક્ષાનો મુદ્દો સામે આવ્યો

પોરબંદર : પોરબંદર સાંદિપની આશ્રમમાં આવેલા ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષામાં કચાશ જોવા મળી હતી. બાગેશ્વર ધામની ઝલક લેવા માટે પોરબંદરના લોકોએ પડાપડી કરી હતી ત્યારે નબળી સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી.

સાંદિપની આશ્રમમાં દર્શનાર્થે : બાબા બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આજે પોરબંદરના સાંદિપની આશ્રમમાં દર્શનાર્થે આવ્યા હતાં. ધીરેન્દ્ર શાસ્ત્રી સવારે 9 કલાકે પોરબંદર આવવાના હતાં. જોકે કોઈ કારણોસર 3 કલાક મોડા પહોંચેલા બાગેશ્વર ધામ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને જોવા લોકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતાં. ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે સેલ્ફી લેવા અનેક લોકોએ તેમને મોબાઈલ લઈને ઘેરી લીધા હતાં.જ્યા ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષામાં નબળાઇ પણ જોવામાં આવી હતી.. માત્ર ગણ્યાં ગાઠયાં જ બોડી ગાર્ડ તેમને માંડ માંડ હરિમંદિરના દર્શનાર્થે લઈ ગયા હતા અને દર્શન કરતા તેઓએ ધન્યતા અનુભવી હતી.

જાનથી મારી નાખવાની ધમકીઓ : ઉલ્લેખનીય છે કે બાગેશ્વર ધામ પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને અનેકવાર જાનથી મારી નાખવાની ધમકીઓ મળતા 25 જાન્યુઆરી 2023 ના રોજ મધ્ય પ્રદેશ સરકારે તેમની સુરક્ષામાં વધારો કર્યો હતો. પરંતુ પોરબંદરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની સુરક્ષામાં કચાશ જોવા મળી હતી.

ધીરેન્દ્ર શાસ્ત્રીને કહ્યું આઈ લવ યુ ! : પોરબંદરમાં સાંદિપની આશ્રમ ખાતે નવરાત્રીમાં રામચરિત માનસનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં આજે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતાં. જ્યાં સાંદીપની આશ્રમના રમેશભાઈ ઓઝાએ બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો પરિચય આપ્યા બાદ આઈ લવ યુ કહ્યું હતું. તો ધીરેન્દ્ર શાસ્ત્રીએ પણ રમેશભાઈ ઓઝાને સંબોધિત કરતા કહ્યું હતું કે અનેકવાર તેઓ રમેશભાઈ ઓઝાના વીડિઓ જોયા હતાં અને તેમનાથી પ્રભાવિત થયા હતાં. આજે રૂબરૂ મળી અભિભૂત થયાં હતાં. જોકે સુરક્ષાના અભાવે તેઓએ કીર્તિમંદિર તથા સુદામાપુરીની મુલાકાત લીધી ન હતી.

  1. Bageshwardham in Ahmedabad : બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીની હાથીજણમાં હનુમંત કથાની તૈયારીઓ, એક દિવસીય દિવ્ય દરબાર પણ યોજાશે
  2. Bageshwardham in Ahmedabad : બાગેશ્વર ધામનાં પીઠાધિશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બનશે અમદાવાદના મહેમાન, હનુમંત કથા અને દિવ્ય દરબારના કાર્યક્રમ સ્થળ અને તારીખો જાણો
  3. Bageshwar Dham in Vadodara: કાફલો ઊભો રખાવીને ધીરેન્દ્ર શાસ્ત્રીએ રસ્તા વચ્ચે માણ્યો પાણીપુરીનો સ્વાદ, પાણીપુરી વિક્રેતા રાજીના રેડ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.