પોરબંદર : વિશ્વભરમાં કોરોના રોગે કહેર વર્તાવ્યો છે, ત્યારે ભારતમાં 21 દિવસનું લોકડાઉન છે. લોકો ઘરની બહાર ન જઈ શકતા હોવાથી સામાન્ય અને જરૂરિયાત મંદ લોકોને ખાસ એક ટંકનું ભોજન મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી .ત્યારે અનેક લોકો સેવા માટે આગળ આવી રહ્યા છે.
આ પરિસ્થિતીમાં પોરબંદરના કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયા પણ આગળ આવ્યા છે. તેમણે પોરબંદર શહેરના અલગ અલગ વિસ્તારમાં જઈને જરૂરિયાત મંદ લોકોને અનાજ, ડુંગળી ,બટેટા, ચા અને મસાલાની કીટનું વિતરણ કર્યું હતું.