પોરબંદરના માધવપુર ઘેડમાં ભાઈ બીજીને દિવસે દરિયામાં સ્નાન કરવા માટે લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. મંગળવારે ભાઈ બીજના તહેવાર નિમિતે હજારો ભાવીકો ઉમડી પડયા હતાં. એક માન્યતા મુજબ માધવપુરના દરિયામાં સ્નાન કરવાથી મથુરામાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
'ક્યાર' વાવાજોડાને લઈને હાલ માધવપુરના દરિયામાં કરંટ જોવા મળે છે, ત્યારે માધવપુર પોલીસ તંત્ર દ્વારા મંગળવારે ગ્રામલોકો સાથે બેઠક બોલાવામાં આવી અને દરિયામાં સ્નાન નહીં કરવા અંગે સલાહ આપવામાં આવી છે.
'ક્યાર' વાવાઝોડાને કારણે હાલ દરિયો ગાંડોતુર બન્યો છે. તેવામાં દુર્ધટનાને ટાળવા માટે પોલીસ તંત્ર દ્વારા દરિયામાં સ્નાન ન કરવા અંગે ગ્રામલોકોને અપીલ કરવામાં આવી છે.