ETV Bharat / state

તારક મહેતા ફેમ ચાલુ પાંડેએ પોરબંદરવાસીઓને શુ કહ્યું જાણો ! - gujarati news

પોરબંદરઃ શહેરના રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા રિઝવાન આડતિયાના 50માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વિજય મદ્રેસા ગર્લ સ્કૂલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલમાં પોલીસનો રોલ ભજવતા ચાલુ પાંડેએ પણ હાજરી આપી હતી, જેમને જોવા માટે લોકોની ભીડ જામી હતી.

porbandar
author img

By

Published : Sep 16, 2019, 4:26 AM IST

રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં ફિઝિશિયન, જનરલ સર્જન ,આંખના સર્જન ચામડીના રોગ બાળરોગ સહિત વિવિધ રોગોના નિષ્ણાંત ડૉક્ટરોએ પોતાની સેવા આપી ઉમદા કાર્ય કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત કલાકાર ચારૂ પાંડે જણાવ્યું હતું કે, કોઈ પણ સ્વાર્થ વગર અમે અહીં આવ્યા છીએ અને રિઝવાન આડતીયાના જન્મદિવસે આ ઉમદા કાર્યમાં સહભાગી થવાનો મોકો મળ્યો છે. ત્યારે ગાંધીજીની પવિત્ર જન્મભૂમિ પર લોકોને સંદેશો આપતા જણાવ્યું હતું કે, જાતિ કે જ્ઞાતિના ભેદભાવ વગર લોકોની મદદ કરવી અને એકબીજા સાથે હળીમળીને પ્રેમથી સાથે રહેવું જોઈએ. તદ્ઉપરાંત સ્વચ્છતા અભિયાનનું પાલન કરવા માટે આપણએ સૌ લોકોએ પોતાના ઘરથી જ શરૂઆત કરવી જોઈએ.

તારક મહેતા ફેમ ચાલુ પાંડેએ પોરબંદરવાસીઓને શુ કહ્યું જાણો !

રિઝવાન આડતીયા ફાઉન્ડેશન તથા JCI પ્લસ દ્વારા પોરબંદરના દેગામ ગામ ખાતે 'ગામડાના સુર' નામની સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫ વર્ષથી ઉપરના અને ૧૫ વર્ષથી નીચેના કલાકારોએ ભાગ લીધો હતો. અનેક લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લઇ કલા દાખવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે રિઝવાન આડતીયા ફાઉન્ડેશનના રિઝવાન આડતિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને JCI પોરબંદર પ્લસના લાખણશીભાઈ ગોરાણીયા તથા તેમની ટીમ પણ હાજર રહી હતી. સાથે જ વિજે મદ્રેસા સ્કૂલના ફારૂકભાઇ સુર્યા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Intro:તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના ચારૂ પાંડે પોરબંદર માં આવી લોકો ને કહી મહત્વ ની વાત

પોરબંદરમાં આજે રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા રિઝવાન આડતિયા ના પચાસમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અહીંની વિજય મદ્રેસા ગર્લ સ્કૂલ ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો તો આ પ્રસંગે જેસીઆઈ પોરબંદર અને રિઝવાન આડતીયા ફાઉન્ડેશનના દ્વારા ગામડા ના સુર કાર્યક્રમ દેગામ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં પણ મોટી સંખ્યામાં કલાકારોએ ભાગ લીધો હતો પરંતુ આ કાર્યક્રમમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં પોલીસનો રોલ ભજવતા ચારુ પાંડે આવ્યા હતા જેને જોવા માટે લોકોની ભીડ જામી હતી

Body:પોરબંદરમાં વિજે મદરેસા સ્કૂલ ખાતે રિઝવાન આડતિયા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ સર્વરોગ નિદાન કેમ્પમાં ફિઝિશિયન, જનરલ સર્જન ,આંખના સર્જન ચામડીના રોગ બાળરોગ સહિત વિવિધ રોગોના નિષ્ણાંત ડોકટરોએ પોતાની સેવા આપી ઉમદા કાર્ય કર્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના કલાકાર ચારૂ પાંડે જણાવ્યું હતું કે કોઈ પણ સ્વાર્થ વગર આજે અમે અહીં આવ્યા છીએ અને રિઝવાન આડતીયા ના જન્મદિવસે આ ઉમદા કાર્ય માં સહભાગી થવાનો મોકો મળ્યો છે ત્યારે ગાંધી જી ની પવિત્ર જન્મભૂમિ પર લોકોને સંદેશો આપતા જણાવ્યું હતું કે જાતિ કે જ્ઞાતિના ભેદભાવ વગર લોકોની મદદ કરવી અને એકબીજાને મળી પ્રેમથી સાથે રહેવું આ ઉપરાંત સ્વચ્છતા અભિયાન નું પાલન માટે ઘરથી જ શરૂઆત કરવી

Conclusion:રિઝવાન આડતીયા ફાઉન્ડેશનના તથા જે સી આઇ પ્લસ દ્વારા પોરબંદરના દેગામ ગામે મહેર સમાજ ખાતે ગામડાના સુર નામની સ્પર્ધા નું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ૧૫ વર્ષથી ઉપરના અને ૧૫ વર્ષથી નીચેના કલાકારોને પ્રોત્સાહન પુરુ પાડવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને અનેક લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લઇ કલા દાખવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ પ્રસંગે રિઝવાન આડતીયા ફાઉન્ડેશનના રિઝવાન ભાઈ આડતિયા ઉપસ્થિત રહ્યા હતા અને જેસીઆઈ પોરબંદર પ્લસના લાખણશીભાઈ ગોરાણીયા તથા જેસીઆઈ ટિમ, વિજે મદ્રેસા સ્કૂલના ફારૂકભાઇ સુર્યા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.