પોરબંદર : પોરબંદરમાં આગાખાન એજન્સી ફોર હેબિટાટ દ્વારા (Aga Khan Agency for Habitat) બાયો ડાઇવર્સિટી અને ક્લાઇમેટ ચેન્જ પ્રોજેક્ટનું લોન્ચિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ નિષ્ણાતોએ ક્લાઇમેન્ટ ચેન્જિંગ રોકવા માટે આ પ્રોજેક્ટ (Climate Change Project in Porbandar) કઈ રીતે કાર્યરત થશે તે અંગે માહિતી આપી હતી.
"સમુદાય-આધારિત અને ઇકોસિસ્ટમ-કેન્દ્રિત અભિગમ"
આ પ્રોજેક્ટનો ઉદેશ્ય આબોહવા અનુકૂલન માટે સમુદાય-આધારિત અને ઇકોસિસ્ટમ-કેન્દ્રિત અભિગમ પ્રાપ્ત કર્યું છે. દરિયાકાંઠે વસતા લોકોને કુદરતી સંસાધન વ્યવસ્થાપન દ્વારા ઇકોસિસ્ટમ સેવાઓના પ્રવાહને સુનિશ્ચિત કરવા અને ઇકોસિસ્ટમનું રક્ષણ અને પુનઃ સ્થાપિત કરવું. દરિયા કાંઠે વસતા સમુદાયોને આજીવિકા મજબૂત કરીને તેમની અનુકૂલનશીલ ક્ષમતા વધારવામાં મદદ કરવી. જાહેર અને ખાનગી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને કોસ્ટલ ઇકોસિસ્ટમ આધારિત અનુકૂલનના મુખ્ય પ્રવાહમાં લાવવા.
પ્રોજેક્ટની મુખ્ય પ્રવૃત્તિઓ
1. આપત્તિ જોખમો, સમુદાયની નબળાઈ અને અંતર સમજવું
2. સમુદાયો દ્વારા આજીવિકાના વિવિધ વિકલ્પો (પર્યટન, શ્રમ વગેરે) પર આબોહવા પરિવર્તન અને આપત્તિની અસરની સમજ
3. ઇકોસિસ્ટમ સ્થિતિસ્થાપકતા વધારવા માટે દરિયાકાંઠા નાઇકોસિસ્ટમનું સમુદાય-આધારિત સંરક્ષણ અને પુનઃસંગ્રહ.
4. તાલીમ અને ક્ષમતા નિર્માણ
5. ક્લાયમેટ ચેન્જ પર ગુજરાત રાજ્ય કાર્ય યોજનાના એજન્ડાને સમર્થન આપવું અંગે ચર્ચા થઈ હતી
"ગ્લોબલ વોર્મિંગ વિશ્વમાં કોઈ દેશ બાકાત નથી"
હેબિટાટ સીઇઓ તમિઝા અલીએ જણાવ્યું કે, ગ્લોબલ વોર્મિંગની ભયાવહ અસરથી આખા વિશ્વમાં કોઈ દેશ બાકાત નથી. ચક્રવાત-વાવાઝોડુંનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. જેમાં દરિયાકાંઠે વસતા લોકોનું જીવન જોખમાય છે. આવી પરિસ્થિમાં કુદરતી સંસાધનોનું મજબૂત વ્યવસ્થાપન થાય તો કુદરતી આફતોના જોખમને ચોક્કસપણે ઓછું કરી શકાય છે. પોરબંદર જિલ્લાના દરિયા પટ્ટીના ગામોમાં અગાખાન એજન્સી ફોર હેબિટાટ આ પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજી ઇકો-સિસ્ટમ અને બાયોડાઈવર્સિટી (Launch of Biodiversity, Climate Change Project) અંગે લોકોને જાગૃત કરશે.
"ઇમેટ ચેન્જ મુદ્દે પ્રજાને જાગૃત થવું પડશે"
સંસ્થાના ઇમરજન્સી મેનેજમેન્ટ વિભાગના વડા મધુકર સાનપે સમગ્ર પ્રોજેક્ટ અંગે જણાવ્યું કે, ક્લાઇમેટ ચેન્જ મુદ્દે પ્રજાને જાગૃત થવું પડશે. નહિતર આવનારી પેઢી માટે કપરા દિવસો આવશે. નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડોક્ટર સુષ્મા ગુલેરિયા આ કાર્યક્રમમાં વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. તેમણે વૈશ્વિક સ્તરે કુદરતી આફતો અને તેના જોખમોને ઘટાડવા અંગે ચર્ચા કરી હતી.
આ પણ વાંચોઃ National Start up Day: તમારા સપનાઓને માત્ર local ન રાખો, પરંતુ તેમને global બનાવો: વડાપ્રધાન મોદી
કુદરતી આફતોની અંગેની જાગૃતિ
ગુજરાત સરકારના ક્લાઇમેન્ટ ચેન્જ (Climate Change Department Gujarat) વિભાગના તકનીકી સલાહકાર શ્વેતલ શાહે જણાવ્યું હતું કે, કુદરતી આફતોથી એવા વર્ગને વધારે નુકસાન થતું હોય છે, જેમની પાસે ઓછા સંસાધનો છે. આ પ્રકારના આર્થિક અને સામાજિક રીતે પછાત સમુદાયોને ક્લાઇમેટ ચેન્જ અને કુદરતી આફતોની અસર ઇકોસિસ્ટમ એડપ્ટેશન દ્વારા કઈ રીતે ઘટાડી શકાય તે અંગે જાગૃત કરવાની જરૂર છે.
"ઇકોસિસ્ટમને ભારે નુકસાન પહોંચાડી રહ્યું"
ડેપ્યુટી કન્ઝર્વેટર ફોરેસ્ટ ,દીપક પંડયાએ જણાવ્યું હતું કે, દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદે ખનન ઇકોસિસ્ટમને ભારે નુકસાન પહોંચાડી રહ્યું છે. દરિયા કિનારે જોવા મળતા રેતીના ઢગલા ચક્રવાત સમયે દરિયાના પાણીને કુદરતી રીતે રોકવામાં મદદરૂપ થાય છે. તેને બચાવવા ખૂબ જરૂરી છે. આ ઉપરાંત જણાવ્યું કે, બાયોડાઈવર્સિટી કમિટી બનવી જોઈએ અને મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ થાય તે ખૂબ જરૂરી છે.
આગાખાન એજન્સી ફોર હેબીટેટ ઈન્ડિયા વિશે
આગાખાન એજન્સી ફોર હેબીટેટ ઈન્ડિયાએ (AKAHI) આગાખાન ડેવલપમેન્ટ નેટવર્કની (AKDN) નોન-પ્રોફિટ નેટવર્ક એજન્સી છે. જે ખાનગી બિનસાંપ્રદાયિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ એજન્સીનું જૂથ છે. જે વિશ્વના 30 દેશમાં કાર્યરત છે. મોટાભાગે વિકાસશીલ દેશોમાં સંસ્થા સાથે સંકળાયેલા લગભગ 80,000 લોકો રોજગારી મેળવી રહ્યા છે. આગાખાન એજન્સી ફોર હેબીટેટ ઈન્ડિયા (AKAHI) વૈજ્ઞાનિક, તકનીકી અને સમુદાય આધારિત અભિગમને જોડીને સ્થાનિક સ્તરે ક્ષમતા અને નેતૃત્વ વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી વિકાસ કાર્યક્રમો, કન્સલ્ટન્સી, રિસર્ચ-અભ્યાસ અને એડવોકેસી દ્વારા 10 લાખથી વધુ લાભાર્થીઓને આવરી લે છે.