રાજ્યમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિને અંકુશમાં લેવા માટે DGP ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને જૂનાગઢ રેન્જના IGP મનિંદર પ્રતાપ સિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા પોરબંદર જિલ્લામાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા માટેની ખાસ સુચના અન્વયે LCB PSI એચ એન ચુડાસમાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ પોરબંદર શહેર વિસ્તારમા પેટ્રોલીંગ કરી રહ્યા છે.
પેટ્રોલીંગ દરમિયાન ASI રમેશભાઇ જાદવ તથા HC રણજીતસિંહ દયાતરને મળેલ ચોક્કસ બાતમી આધારે વિવેકાનંદ સ્કુલ સામે શૈલેષ અરજનભાઇ પરમાર (ઉંમર વર્ષ 38, રહેવાસી છાંયા વૈશાલીનગર, પોરબંદર) પોતાની ટ્રક રજી.નં. GJ-25-T-5812માં ગેરકાયદેસર ભારતીય બનાવટનો ઈગ્લીશ દારૂની 31 નંગ બોટલ 750 ml તથા 375 mlની 32 નંગ બોટલ કુલ મળી કિંમત રૂપિયા 16,535/-નો તથા ટ્રક અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 5,18,080/- મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપી અશ્વિન મજેઠીયા રહેવાસી ઉના વાળાએ તેને વેચાણ માટે આપ્યો હતો. જેથી તેની વિરૂદ્ધ કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનનો ગુનો રજીસ્ટર કરાયો છે.
આ ઉપરાંત LCB સ્ટાફ રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. જે દરમિયાન HC બટુકભાઇ વિઝુંડા તથા PC દિલીપભાઇ મોઢવાડીયાને મળેલ ચોક્કસ બાતમીનાં આધારે રાણાવાવ વાગડીયાવાસના નાકેથી આરોપી સુનિલ ઉર્ફે ભલો ભીખુભાઇ વિરમગામા (ઉમર વર્ષ 23 રહેવાસી વાગડીયાવાસ રાણાવાવ જિલ્લો પોરબંદર)ને જાહેરમાં વરલી મટકાના આંકડાઓ પર જુગાર રમી અને રમાડી વરલી મટકાના આકડા લખેલ ચિઠી નંગ-૨ તથા બોલપેન તથા રોકડ રૂપિયા 3200/ મુદામાલ સાથે પકડી પાડી તેની વિરૂદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા મુજબ ગુનો દાખલ કર્યો છે.
આ સમગ્ર કામગીરી કરનારી ટીમમાં LCB સ્ટાફના રમેશભાઇ જાદવ, બટુકભાઇ વિંઝુડા, રણજીતભાઇ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, કાનાભાઇ ઓડેદરા, રવિન્દ્રભાઇ ચાઉ અને દિલીપભાઇ મોઢવાડીયા વગેરેનો સમાવેશ થાય છે.