ETV Bharat / state

દરિયાઈ સીમા પર કોસ્ટગાર્ડ કઈ રીતે બજાવે છે ફરજ, તે અંગે લાઈવ ડેમો યોજાયો - દરિયાઈ સીમા પર કોસ્ટગાર્ડની કામગીરી નો લાઈવ ડેમો

ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો જે સમગ્ર દેશમાં સૌથી વધુ લાંબો દરિયા કિનારો છે. દરિયા કિનારાની સુરક્ષા રાખવાની જવાબદારી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની છે. ડિફેન્સ એક્સપો અંતર્ગત ETV Bharatએ પોરબંદર ખાતે આવેલ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની મુલાકાત લીધી હતી. જેમાં કોસ્ટ ગાર્ડ કઈ રીતે કામ કરે છે. ભારતીય સીમામાં જો કોઈપણ પ્રકારની ગતિવિધિ અથવા તો ગેરરીતી થાય ત્યારે કોસ્ટ ગાર્ડની પ્રતિક્રિયા કેવી હોય છે. તે અંગેનો લાઈવ ડેમો કોસ્ટગાર્ડ દ્વારા આપવામાં આવ્યો હતો.

દરિયાઈ સીમા પર કોસ્ટગાર્ડ કઈ રીતે બજાવે છે ફરજ

author img

By

Published : Oct 23, 2022, 8:01 PM IST

Updated : Oct 23, 2022, 9:44 PM IST

પોરબંદર : ઇન્ડિયન કોસ્ગાર્ડનું પ્લેન ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કિનારા ઉપર સતત નજર રાખે છે. આ ઉપરાંત પોરબંદર, ઓખા અને જામનગર જેવા 200 નોટિકલ માઇલની નજીકમાં આવેલા બંદરો ઉપર પણ સતત સમીક્ષા કરતું રહે છે. જો કોઈ પણ અજાણી બોટ તેમને જોવા મળે તો તાત્કાલિક ધોરણે તે બોટની આસપાસ ચક્કર લગાવવાનું શરૂ કરે છે અને તેના મેસેજ હેડ ક્વાર્ટર માં આપવામાં આવે છે. ઇન્ટરનેશનલ ચેનલ નંબર 16 ઉપર જે તે બોટ સાથે ચર્ચા કરીને બોટમાં કોણ છે? ક્યાંથી આવ્યા છે? ક્યાં જવા માંગો છો? શું લઈને જઈ રહ્યા છો અથવા તો શું લઈને આવી રહ્યા છો? તે તમામ બાબતની તપાસ કરવામાં આવે છે. જો કંઈ પણ દેશ વિરોધી અથવા તો ગેરરીતી પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક ધોરણે તેના પર કાર્યવાહી પણ કરવામાં આવે છે.

લાઈવ ડેમો સ્ટ્રેશન યોજાયો

કોસ્ટ ગાર્ડના જેટ કંટ્રોલમાં આપે છે મેસેજ જો કોઈપણ અજાણી બોર્ડ ભારતીય સીમામાં આવી હોય અથવા તો કોઈ પણ બોટની તપાસ થઈ રહી જેમાં કંઇ પણ શંકાસ્પદ જણાય તો કોસ્ટ ગાર્ડ કંટ્રોલ રૂમને સીધો સંપર્ક કરે છે. જેમાં તેઓ તમામ પ્રકારની માહિતી આપે છે અને ત્યારબાદ ગણતરીના મિનિટોમાં જ કોસ્ટ ગાર્ડની ફાઈટર ટીમ સાથેનો કાફલો જે તે સ્થળ ઉપર પહોંચીને દરિયાની વચ્ચે જ કાયદેસરની તપાસ હાથ ધરે છે. જો બોટ પાકિસ્તાનથી આવી હોય તો તેમની ધરપકડ કરે છે.

કરોડોના પકડાયા છે ડ્રગ્સ છેલ્લા એક વર્ષમાં રાજ્ય સરકારના આંકડા પ્રમાણે, 25 એપ્રિલના રોજ 280 કરોડ રૂપિયાનું ડ્રગ્સ Gujarat ATS અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા કચ્છના જખૌના મઘ દરિયામાંથી પકડાયું હતું. જેમાં પાકિસ્તાનની એક મુસ્તુફા નામના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. એક વર્ષમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા પકડવામાં આવ્યું છે. ગુજરાતમાં ડ્રગ્સ ન ઘૂસે તેને ધ્યાનમાં લઈને ઇન્ડિયન કોસ્ટગાર્ડ ખૂબ જ એલર્ટ છે. આ ઉપરાંત પાકિસ્તાન અને અન્ય દેશના લોકો માછીમારીનું બહાનું બનાવીને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરવા ભારત દેશની દરિયાઇ વિસ્તારમાં પ્રવેશતા હોય છે, ત્યારે તેને રોકવા માટે પણ કોસ્ટગાર્ડ મહત્વની ફરજ બજાવી રહ્યું છે. આ બાબતે કોસ્ટગાર્ડ દ્વારા એક લાઈવ ડેમો સ્ટ્રેશન પણ આપવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવેલ ડ્રગ્સ ઓપરેશનના વિડિયો પણ જાહેર કરવામાં આવ્યા હતા.

Last Updated : Oct 23, 2022, 9:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.