- 27 ટીમ દ્વારા શહેર અને ગ્રામ્ય પંથકમાં ચેકીંગ હાથ ધરાયું
- PGVCL દ્વારા કુલ 417 રહેણાંક અને કુલ 16 કોમર્શિયલ વીજ કનેશનનું ચેકીંગ હાથ ધરાયું
- વીજચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપ્યો
પોરબંદરઃ પીજીવીસીએલના કોસ્ટલ અને ઉધોગનગર સબ ડિવિઝનની કુલ 27 ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં 8.24 લાખની વીજ ચોરી સામે આવી છે, ત્યારે પીજીવીસીએલ દ્વારા આગામી સમયમાં વધુ ગ્રામ્ય વિસ્તારમાં પણ ચેકીંગ હાથ ધરાશે. જેનાથી વીજચોરી કરનારા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વીજચોરી કરનારાઓમાં ફફડાટ વ્યાપ્યો
પોરબંદર પીજીવીસીએલની 27 ટીમ દ્વારા શહેર અને ગ્રામ્ય પંથકમાં ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં પીજીવીસીએલ દ્વારા કુલ 417 રહેણાંક અને કુલ 16 કોમર્શિયલ વીજ કનેશનનું ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં પોરબંદર શહેર સહિત ભાવપરા, મિયાણી, ટુકડા મીયાણી અને વિસાવાડા સહિતના ગામમાં 76 રહેણાંક અને 1 કોમર્શિયલ વીજ કનેશનમાં વીજ ચોરી સામે આવતા પીજીવીસીએલ દ્વારા વીજચોરી કરનારા લોકોને 8.24 લાખનો દંડ ફટકાર્યો છે.