- પોરબંદરની નિરમા કેમિકલ ફેક્ટરીમાં દુર્ઘટના
- 2 લોકો ઇજાગ્રસ્ત અને 2 નાં મોત
- સવારે અગિયાર કલાકે બંકર ફાટતા બનતા બની ઘટના
- તાત્કાલિક ફેક્ટરી બંધ કરવામાં આવી
પોરબંદર: જિલ્લાની નિરમા કેમિકલ ફેક્ટરીમાં આજે 13 ઓક્ટોબરે એક મોટી દુર્ઘટના બની હતી. જેમાં બંકર ફાટતા 3 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા તથા એક કર્મચારીનું મોત નિપજ્યું હતું. જે બાદ એક કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતાં તેનું રસ્તામાં જ મોત થયું હતું. દોઢ મહિનામાં આ ત્રીજી દુર્ઘટના બની છે. જેને કારણે હાલ આ ફેક્ટરી બંધ કરવામાં આવી છે. નિરમા ફેક્ટરીમાં કામના કલાકો દરમિયાન બપોરે 11 કલાકે દુર્ઘટના બની હતી અને જેમાં બંકર ફાટતા 2 કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા અને 2 નાં મોત નિપજ્યાં હતાં.
આ પણ વાંચો: ફેક્ટરીમાં કામ કરતા શ્રમિકે સંચાલકની લોખંડની પાઈપના 13 ઘા મારીને કરી હત્યા
ફેક્ટરી તાત્કાલિક બંધ કરાઈ
પોરબંદરની નિરમા ફેક્ટરીમાં દુર્ઘટના બનતાં ફેક્ટરી તાત્કાલિક બંધ કરવામાં આવી હતી અને અન્ય કર્મચારીઓએ ફેકટરી માં સેફ્ટી સહિતના સાધનોનો અભાવ અને બીન અનુભવી લોકોને કામ કરાવતા હોવાનું પણ જણાવ્યું હતું. આ ફેક્ટરીમાં દોઢ મહીનામાં ત્રણ બનાવ બની ગયા છે. જેમાં બે કર્મચારીઓના મોત નિપજ્યા હતા. આજે ત્રીજી ઘટના બની છે, જેમાં કર્મચારીનો ભોગ લેવાયો છે. ત્યારે સેફ્ટી અંગે અનેક સવાલો ઉઠ્યા છે.
આ પણ વાંચો: પોલીસ, ફાયર, GPCB બધાંને હંફાવતી મહિલા, Medical Chemical Waste સળગાવી પ્રદૂષણ કરે છે
આ ઘટનામાં તપાસ બાદ જ પગલાં લેવાશે: કલેક્ટર
આ સમગ્ર ઘટના વિશે કલેક્ટર અશોક શર્માએ જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનામાં ઇન્ડસ્ટ્રીયલ ઓફિસર ફેક્ટરીમાં તપાસ કરી રહ્યા છે અને આ ફેક્ટરી તાત્કાલિક બંધ કરવામાં આવી છે. 2 ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે અને 2 વ્યક્તિઓનાં મોત નીપજ્યાં છે. આ ઘટનામાં તપાસ બાદ જ પગલાં લેવામાં આવશે.