- પોરબંદરમાં IPL પર સટ્ટો રમતા 4 આરોપીની ધરપકડ
- આરોપીઓ નવા કુંભારવાડામાં જાહેરમાં રમી રહ્યા હતા જુગાર
- LCB પોલીસે બાતમીના આધારે ઘટના સ્થળે પાડ્યા દરોડા
પોરબંદરઃ જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર અને પોરબંદર એસપી ડૉ.રવિ મોહન સૈનીએ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિ નાબૂદ કરવા સૂચના આપી છે. જે અંતર્ગત LCBની ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમને બાતમી મળી હતી કે, પોરબંદરમાં નવા કુંભારવાડા શેરી નંબર 4માં 4 લોકો ખુલ્લેઆમ જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસે સુરેશ અરભમભાઈ ભૂતિયા નામના વ્યક્તિના ઘરે દરોડા પાડ્યો હતો. જેમાં આરોપી સુરેશ બહારથી અન્ય માણસોને બોલાવી IPLની સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મેચ પર સટ્ટો રમાડતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
એક આરોપી ફરાર
પોલીસે દરોડા દરમિયાન IPL પર સટ્ટો રમતા 4 આરોપીની ધરપકડ કરી છે. જો કે, આ તમામ દરોડામાં એક આરોપી પોલીસના હાથમાંથી નીકળી ગયો હતો.
32,000નો મુદ્દામાલ જપ્ત
પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા 13,600, 4 નંગ મોબાઈલ, 1 નંગ ટીવી, સેટઅપ બોક્સ, 1 રિમોટ મળી કુલ રૂપિયા 32,300નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
IPL પર જાહેરમાં સટ્ટો રમતા ઝડપાયેલા આરોપીના નામ
- સુરેશ ઉર્ફે ગાંગો અરભમભાઈ ભૂતિયા (રહે. નવા કુંભારવાડા)
- નવઘણ પૂંજાભાઈ ભૂતિયા (રહે. નવા કુંભારવાડા)
- રમેશ મોહનભાઈ કાનાણી (રહે. લીમડાચોક)
- નાગાજણ વજશીભાઈ બોખિરિયા (રહે. નવા કુંભારવાડા)
ફરાર આરોપીનું નામ
- વેરસી મોહનભાઈ ઓડેદરા (રહે. રાજકોટ)