BRM સાયકલ રાઈડનો શનિવારે સાંજે 6.00 વાગ્યે SBI SM બ્રાન્ચ મેનેજર અને રાષ્ટ્રીય બેટમિન્ટન ખેલાડી યશપાલ ચૌધરીના હસ્તે ઝંડી લહેરાવી હુજુર પેલેસ કંકાઈના મંદિરેથી શુભારંભ કરાવાયો હતો. લગભગ રાત્રે 2 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીમાં દરેક સાઈકલીસ્ટ આ જ સ્થળે પરત ફરશે.
રાઈડમાં જોડાયેલા સાયકલ રાઇડરોએ જણાવ્યું હતું કે, તેઓ ખુબજ રોમાંચ અનુભવી રહ્યા છે. આ સ્પર્ધામાં શહેરના અને બહારથી પ્રતિષ્ઠિત ડોક્ટર તેમજ વ્યવસાયીઓ જોડાઇ રહ્યા છે. પોરબંદર સાયકલ કલબનો હેતુ પર્યાવરણનું રક્ષણ અને તંદુરસ્તીને પ્રાધાન્યનો છે. ક્લબના પ્રમુખ મનીષ માલવીયા, મુખ્ય આયોજક શ્રેયસ નેગી અને રાઈડ માર્શલ જયેશ પતિરા સાથે અન્ય સભ્યો કેટલાક દિવસોથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા.