ગુજરાત EMRIના અધિકારીએ આજ રોજ પોરબંદર જિલ્લાની સમીક્ષા કરી હતી. જેમાં તેમણે 108ની અંગે માહિતી આપી હતી. તેમજ જિલ્લામાં કેવી રીતે કામ કરવું તેના વિશે જાણકારી આપી હતી.ગુજરાતમાં 108ની ટીમના અધિકારી સતીષ પટેલે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં 585 જેટલી 108 એમ્બ્યુલન્સ કામ કરી રહી છે. વાયુ વાવાઝોડાના પગલે તમામ સ્ટાફની રજા કેન્સલ કરવામાં આવી છે. આ ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં ખાસ કરીને નજીકમાં આવેલી હૉસ્પિટલમાં પણ સ્ટાફને સતર્ક કરી દેવામાં આવ્યો છે."
પોરબંદર જિલ્લામાં સાત એમ્બ્યુલન્સ કાર્યરત કારઇ છે અને દવાનો વધુ જથ્થો પણ સ્ટૉક તરીકે રાખવામાં આવ્યો છે. જો જરૂર પડશે તો નજીકના જિલ્લાઓમાંથી પણ 108 એમ્બ્યુલન્સની મદદ લેવામાં આવશે. આમ, 108ની ટીમેે પરિસ્થિતીને પહોંચી વળવા માટે તમામ પ્રકારની તૈયારીઓ હાથ ધરી છે. સાથે ભવિષ્યમાં કોઇ અડચણ ઉભી ન થાય તે માટે ચોક્ક્સ બાબતો વિશે ચર્ચા કરી હતી. સાથે લોકોને પણ સજાગ રહેવાની અને જરૂર પડતાં તરત જ 108ની સેવા લેવા માટે જણાવવામાં આવ્યું હતુ.