ETV Bharat / state

World Water Day2022: પંચાસરના જૈન દેરાસર જળ સંગ્રહની આપે છે શીખ - વરસાદી પાણી સંગ્રહ

વરસાદી પાણીના સંગ્રહનો ઉત્તમ( World Water Day2022)નમૂનો પાટણના પંચાસર જૈન દેરાસરમાં જોવા મળી રહ્યો છે. વરસાદી પાણી સંગ્રહ કરવા માટે અહીં પાંચ લાખ લીટરની ક્ષમતાની ટાંકીઓ બનાવવામાં આવી છે. જેમાં વરસાદનું પાણી પાઈપ મારફતે સીધેસીધું ટાંકીઓમાં સંગ્રહ કરવામાં આવે છે. આ શુદ્ધ પાણીથી નિયમિત રીતે 400થી વધુ ભગવાનોને પ્રક્ષાલન કરવામાં આવે છે.

World Water Day2022: પંચાસરના જૈન દેરાસર જળ સંગ્રહની આપે છે શીખ

author img

By

Published : Mar 22, 2022, 2:43 PM IST

પાટણઃ સમગ્ર દેશમાં સરકાર દ્વારા જળસંચય અભિયાનને ( World Water Day2022)વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે. આ બાબતે લોકોમાં જાગૃતિ આવે તે માટે સરકાર દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે પાટણ શહેરમાં(Rainwater harvesting)વર્ષોથી જળસંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાણીની વાવ અને સહસ્ત્રલિંગ સરોવર એ પણ જળ સંચયનો ઉત્તમ નમૂનો છે તો બીજી તરફ પાટણ શહેરમાં વર્ષોથી કાર્યરત જૈન દેરાસરમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

વરસાદી પાણી સંગ્રહ

વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા - વરસાદી પાણીના સંગ્રહ માટે પાંચ લાખ લીટરની ક્ષમતાના ટાંકા( Panchasar Jain Derasar)બનાવવામાં આવ્યા છે. આ ટાંકામાં વરસાદનું પાણી સીધેસીધું નેકમાં થઈ પાઈપ મારફતે આ ટાંકામાં સંગ્રહ થાય છે. આ શુદ્ધ પાણીથી જ દેરાસરમાં સ્થાપિત કરાયેલા 400 ભગવાનોને દરરોજ પ્રક્ષાલન કરવામાં આવે છે. પંચાસર દેરાસરમાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા જોઈને પાટણના સોની વેપારીએ પણ પોતાના ઘરમાં વરસાદી પાણીના સંગ્રહની વ્યવસ્થા કરીને છેલ્લા 20 વર્ષથી તેમજ રાંધવામાં આ પાણીનો ઉપયોગ કરે છે.

આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં વરસાદી પાણીના સંગ્રહ પર જુઓ અમારો વિશેષ અહેવાલ

પાટણના 100થી વધુ જૈન દેરાસરોમાં વરસાદી પાણીનો સંગ્રહ - પાટણના પ્રીતિબહેન શાહે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જળસંચય અભિયાનને વેગવાન બનાવવા જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. પાટણમાં વર્ષોથી જળસંચય અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. પાટણના 100થી વધુ જૈન દેરાસરોમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. આ શુદ્ધ પાણીથી જ ભગવાનને પ્રક્ષાલન કરવામાં આવે છે. દરેક વ્યક્તિ આ રીતે વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો રોજિંદા જીવનનો ઉપયોગ કરે તો સાંધાના રોગો અને પેટના રોગોથી બચી શકાશે.

જળસંચય માટેની ઉત્તમ વ્યવસ્થા - ગુજરાતની પ્રાચીન રાજધાની પાટણમાં સદીઓ અગાઉ રાજા મહારાજાઓના સમયમાં જળસંચય માટેની ઉત્તમ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજે પણ પાટણમાં જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃ વરસાદી પાણીના સંગ્રહ માટે PM મોદીએ હરિયાણાના ભીડુકી ગામની કરી પ્રશંસા, વાંચો અહેવાલ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.