પાટણ : દેશમાં કોરોના વાઈરસને લઈ સ્થિતિ ગંભીર બની છે, ત્યારે દેશના વડાપ્રધાન અને રાજ્યના મુખ્યપ્રધાન દ્વારા દેશવાસીઓને આર્થિક રીતે પોતાનો સહયોગ આપવાની અપીલ કરી છે. જેને કારણે સરકારના રાહત ફંડમાં દાનની સરવાણી શરૂ થઇ છે. પાટણ શહેરના ભગવતી નગરમાં રહેતા વિકલાંગ મહિલા રશ્મિબેન પટેલે વડા પ્ધાન રાહત ફંડમાં રૂપિયા 30 હજારનો ચેક આર.એસ.એસ.ના કાર્યકર મારફતે જીલ્લા વહીવટી તંત્રને પહોંચાડ્યો છે.
![etv Bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-01-womenwithdisabilitiesdonatedtopmsrelieffund-photostory-7204891_06042020164624_0604f_1586171784_227.jpg)
રશ્મિબેને જે લોકો સક્ષમ છે તેવા લોકોને દેશ માટે દાન આપવા અનુરોધ કર્યો હતો. આ સાથે સાથે સોસિયલ ડીસ્ટન્સ જાળવી લોકડાઉનનો અમલ કરી સરકારને સહકાર આપવા લોકોને અપીલ કરી હતી.