પાટણઃ શહેરમાં 6,000થી વધુ ગ્રાહકોના વીજ બીલ ભરવાના બાકી છે. ત્યારે આ બિલની વસૂલાત માટે પાટણ યુજીવીસીએલ ખાસ ઝૂંબેશ ચલાવી રહી છે. તેના ભાગરૂપે કર્મચારીઓ અલગ અલગ વિસ્તારોમાં લોકોના ઘરે જઈ બિલના નાણાં ભરવા અપીલ કરી રહ્યા છે. તેવામાં સિટી 1 વિભાગની કચેરીના કર્મચારીએ પોતાના શું મધુર કંઠે જીત ગઈને લાઈટ બિલ ભરવાની અપીલ કરી છે. તે ભારે આકર્ષણરૂપ બની છે.
આ પણ વાંચોઃ Viral Video : રસિયો રૂપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી, મધુર સુરના વીડિયોની લોકપ્રિયતા વધી
વીજકર્મીએ પોતાના શોખને સરકારી કામમાં જોતર્યોઃ પાટણની ઉત્તર ગુજરાત વીજ કંપની સિટી એક વિભાગની કચેરીના જગદીશ ગોસ્વામી આજકાલ જિલ્લાના લોકોમાં લોકપ્રિયતા મેળવી રહ્યા છે. શહેરમાં 6,000થી વધુ ગ્રાહકોના વીજ બિલ ભરવાના બાકી છે, જેને લઈ માર્ચ મહિનામાં યુજીવીસીએલ કંપની દ્વારા વીજ બિલના બાકી નાણા રિકવર કરવાની કામગીરી સઘન બનાવવામાં આવી છે. ને અલગ અલગ ટીમો બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈ વીજ બીલ ભરવા માટેની અપીલ કરવામાં આવી રહી છે
વીજકર્મીનો વીડિયો વાઈરલઃ આવામાં વીજ કંપનીના લાઈનમેન જગદીશ ગોસ્વામીએ રસીયો રૂપાળો રંગ રેલીઓ લાઈટ બિલ ભરતો નથી પછી ઘરનું કનેક્શન કપાઈ રે લાઈટ બિલ ભરતો નથી. ગીત ગાઈને લોકોને લાઈટ બિલ ભરવા માટે અનોખી અપીલ કરી હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરસ થઈ રહ્યો છે.
અનોખી અપીલઃ ઈટીવી ભારત સાથેની વાતચીતમાં જગદીશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, વીજ ગ્રાહકો બિલ ન ભરે તો વીજ કનેક્શનો કાપવામાં આવે છે, જેથી તેમને મુશ્કેલીઓ વેઠવી પડે છે. તેના હલ માટે વીજ ગ્રાહકો જાગૃત બની સમયસર બિલ ભરે તે માટે ગીતના માધ્યમથી વીજગ્રાહકોને અપીલ કરવામાં આવી છે.
બિલ વસૂલાત માટે ખાસ ઝૂંબેશઃ પાટણ યુજીવીસીએલના કાર્યપાલક ઈજનેર જનક પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, પાટણ શહેર સિટી વિભાગ 1 અને સિટી2 માં 6,777 જેટલા ગ્રાહકોનું 3,06,51949 રૂપિયાનું વીજ બિલ બાકી છે. તેમાં સિટી 1 વિભાગમાં રહેણાંક મકાનોના 2,512 ગ્રાહકોના 25,42,000, વાણિજ્યના 705 ગ્રાહકોના 12,60,000 તેમ જ નગરપાલિકાના 11 સંપના 56,80,000 રૂપિયાનું વીજ બિલ બાકી છે.
લોકોને વીજ બિલ ભરવા સમજાવવામાં આવે છેઃ તેમણે જણાવ્યું હતું કે, સિટી વિભાગ 2માં 2528 રહેણાંકના મકાનનું 21,94878 રૂપિયા, વાણિજ્યનું 22,94,037 રૂપિયા, 80 સરકારી મિલકતોનું 4,17,566 રૂપિયા, જ્યારે પાલિકાના 29 પાણીના સંપ અને બોરવેલનું 1,62,63,468 રૂપિયા મળી કુલ 3,549 મિલકતોનું 2,11,69,949 રૂપિયાનું બાકી છે. તો વિજળીના બાકી બિલોની ભરપાઈ કરવા લોકોને સમજાવવામાં આવી રહ્યા છે. તેમ જ જે લોકો સ્થળ પર બિલ ભરે તો તેમને સ્થળ પર પાવતી આપી તેમનું કનેકશન કાપવામાં આવતું નથી.