- 13 એપ્રિલના રોજ ગામમાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો હતો
- 1,500ની વસ્તી ધરાવતા આ ગામમાં 47 કેસ નોંધાયા હતા
- સતત સાત દિવસ સુધી આયુર્વૈદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું
- ગામલોકોએ લોકડાઉન સંપૂર્ણપણે કર્યું પાલન
પાટણ : શંખેશ્વર તાલુકાના નવી કુંવર ગામના વિદ્યાર્થીઓ સમિન્સ બાસપા ગામની હોસ્ટેલમાં અભ્યાસ કરતાં હતા અને તેમને 13 એપ્રિલના રોજ ગામમાં આવતા તેમનમાં કોરોના લક્ષણો જણાતા આ બાબતે ગામના યુવા સરપંચે આરોગ્ય વિભાગને જાણ કરી વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને હોમ અઇસોલેશન હેઠળ રાખી દવાઓ આપી હતી. જે બાદ ગામમાં ટેસ્ટિંગ કરવામાં આવતા શરૂઆતમાં 47 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. જેને લઇ તંત્ર દ્વારા સંપૂર્ણ ગામને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યો હતો.
ગ્રામજનોએ સજ્જડ લોકડાઉન પાલન કરી તમામ સામાજિક પ્રસંગો બંધ રાખ્યા હતા
ગ્રામજનોએ આ પડકારથી ડર્યા વગર, તેનો સામનો કરવાનું નક્કી કર્યું હતુ. ગ્રામજનોએ પોતાની કોઠાસૂઝ અને જાગૃતતાથી કોરોના ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કર્યું ગામમાંથી કોરોનાને સંક્રમણને દૂર કરવા માટે સતત સાત દિવસ સુધી આયુર્વૈદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું સાથે જ ગ્રામજનોએ સજ્જડ લોકડાઉન પાલન કરી તમામ સામાજિક પ્રસંગો બંધ રાખીને વહીવટી તંત્ર અને સાથ સહકાર આપતા આજે આ ગામ કોરોનામુક્ત બન્યું છે.
આ પણ વાંચો - મુખ્યપ્રધાન રૂપાણીએ આરસોડિયા કોમ્યુનિટી સેન્ટર મુલાકાત લીધી
- સંયમથી ગામલોકોએ કોરોનાને પરાસ્ત કર્યો
- આરોગ્યની મદદ અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કર્યું
- અન્ય ગામ માટે બન્યું પ્રેરણારૂપ
આ પણ વાંચો - ડાંગને કોરોનામુક્ત બનાવવા કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ જિલ્લાની મુલાકાત લીધી
નવી કુંવર ગામમાં કોરોના ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરી આજે કોરના મુક્ત ગામ બન્યું છે, ગામના યુવાનો અને વૃદ્ધ પણ કોરોના સંક્રમિત થયા હતા. જો કે, ગામના સરપંચ અને તલાટી તેમજ ગ્રામજનોની કોઠા સુજ અને કોરોના ગાઇડલાઇન પાલન કરી આજે સમગ્ર ગામે કોરોનાને હરાવી અન્ય ગામને પ્રેરણા આપતું ગામ બન્યું છે. ગામમાં અત્યારે એકપણ એક્ટિવ કેસ નથી.
આ પણ વાંચો - શંખેશ્વર તાલુકાના મોટીચંદુર અને કુંવારદ ગામની કલેક્ટરે મુલાકાત લીધી
ગામલોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સ્વચ્છતા પર આપી રહ્યા છે ધ્યાન
ગામમાં કન્ટેન્ટ માટેનો સમયગાળો પૂર્ણ થયો છે. અત્યારે ગામમાં એકપણ એક્ટિવ પોઝિટિવ કેસ નથી. ગામમાં કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તેમ છતાં કોરોનાના નવા પોઝિટિવ કેસ મળી રહ્યા નથી. ગામ લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપી રહ્યા છે.
આ પણ વાંચો - 'મારુ ગામ કોરોના મુક્ત ગામ' અભિયાન અંતર્ગત જિલ્લાની 667 સ્કૂલોમાં આઇસોલેશનની સુવિધા ઉભી કરાશે