ETV Bharat / state

પાટણના હારીજમાં પ્રેમ સંબંધમાં પ્રેમિકાની હાજરીમાં જ પ્રેમીની હત્યા - પ્રેમ સંબંધમાં યુવાનની હત્યા

પાટણ જિલ્લાના હારીજ ખાતે આવેલી શિશુ મંદિર શાળા પાસેના ખેતરમાં મંગળવારે બપોરના સુમારે હારીજના અમરતપુરાના યુવાનની યુવતીના બે ભાઈ અને તેના બનેવી દ્વારા તિક્ષણ હથીયાર વડે હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાની ફરીયાદ મૃતકના ભાઈ દ્વારા હારીજ પોલિસ મથકે નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પાટણના હારીજમાં પ્રેમ સંબંધમાં પ્રેમિકાની હાજરીમાં જ પ્રેમીની હત્યા

author img

By

Published : Dec 2, 2020, 7:48 PM IST

  • યુવતીના બે ભાઈ અને બનેવી એ મળી કરી પ્રેમીની હત્યા
  • યુવતીને સાથે રાખી પ્રેમી યુવકને બોલાવી એક હથિયાર વડે કરી હત્યા
  • જનરલ સ્ટોર પરથી જમવા ગયા બાદ પરત ન આવતા શોધખોળના અંતે મળ્યો મૃતદેહ

પાટણઃ જિલ્લાના હારીજ તાલુકાના અમરતપુરા ખાતે રહેતા અને જલારામ ચા સ્ટોલ પર નોકરી કરતા ભુરાભાઈ કાગસીયાને હારીજમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જેની જાણ યુવતીનાં બે ભાઈ અને તેના બનેવીને થતા ત્રણેય જણાએ ભેગા મળીને પ્લાન બનાવી યુવકને શહેરની શિશુ મંદિર શાળાના મેદાન પાસે બોલાવી તેના પર તિક્ષણ હથીયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો હતો, જે બાદ બાઈકો લઇને નાસી ગયા હતા.

પાટણના હારીજમાં પ્રેમ સંબંધમાં પ્રેમિકાની હાજરીમાં જ પ્રેમીની હત્યા

યુવતી અને તેના બન્ને ભાઈઓ તથા બનેવી પણ આ જગ્યા ઉપર જોવા મળ્યા

જ્યારે બપોરે ધરે જમવા જવાનું કહીને ચા સ્ટોલ ઉપરથી નિકળેલ યુવક મોડે સુધી ચા સ્ટોલ પર પરત નહીં ફરતા તેના માલિક દ્વારા તેના પિતાને ફોન કરી જાણ કરી હતી, તેના પિતાએ પોતાના નાના દિકરા લાલાભાઈને આ બાબતે જાણ કરતા તેઓ પોતાના મિત્ર સાથે શોધખોળ માટે નિકળ્યા હતા, પરંતુ મોડે સુધી ભુરાભાઈની કોઈ જગ્યાએ ભાળ મળી નહોતી. મોડી સાંજે ભુરાભાઈના મિત્ર અને સેધાભાઈ નિતિનભાઈ ઠાકોરે ફોન કરી લાલાભાઈને જણાવ્યું હતું કે, તારો ભાઈ ભુરાને તેઓએ બપોરના સમયે શિશુ મંદિર શાળાના મેદાન પાસે જોયો હતો અને તે સમયે યુવતી અને તેના બન્ને ભાઈઓ તથા બનેવી પણ આ જગ્યા ઉપર જોવા મળ્યા હતા.

પાટણના હારીજમાં પ્રેમ સંબંધમાં પ્રેમિકાની હાજરીમાં પ્રેમીની હત્યા

શિશુ મંદિર શાળાના મેદાન પાછળના ખેતર નજીકથી મળ્યો યુવકનો મૃતદેહ

આ વાતની જાણ મળતા લાલો અને તેના મિત્રએ શિશુ મંદિર શાળાના મેદાન આજુબાજુ શોધ ખોળ કરતા મેદાનની પાસેના ખેતર નજીકથી લોહી નિતરતી હાલતમાં ભુરાભાઈની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેમને તરત જ હારીજ પોલીસને જાણ કરતા હારીજ પીઆઇ સહિતના સ્ટાફે ધટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહનું પંચનામું કરી પીએમ અર્થે હારીજ રેફરલ હોસ્પિટલમાં ખસેડી હતી.

મૃતકના ભાઈએ ત્રણ સામે નોંધાવી ફરિયાદ

પોલીસે આરોપીઓને પકડવાના ચક્રો કર્યા ગતિમાન

તો પોલિસે લાલાભાઈ કાગસીયાની ફરિયાદ આધારે શૈલેષજી ઠાકોર, સંજયજી ઠાકોર તથા તેના બનેવી લાલાજી ઠાકોર સામે ગુનો નોંધી તેઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.