- સત્યમ નગર સોસાયટીના ગેરકાયદેસર દબાણો ઉપર નગરપાલિકાએ ફેરવ્યુ બુલડોઝર
- દબાણો દૂર કરવા સ્થાનિક રહીશોએ કરી હતી અરજી
- અરજીને પગલે નગરપાલિકાએ કામગીરી હાથ ધરી
પાટણ : શહેરના ટેલિફોન એક્સચેન્જથી લીલીવાડી જવાના માર્ગ પર આવેલ સત્યમ નગર સોસાયટીમાં છેલ્લાં કેટલાક મહિનાઓથી સોસાયટીના મુખ્ય માર્ગ અને અંતરીક્ષ રસ્તાઓ પર કેટલાક સ્થાનિક રહીશો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. જે બાબતે સોસાયટીના જાગૃત રહીશોએ દબાણ દુર કરવા નગરપાલિકામાં રજૂઆત કરી હતી. જેને પગલે નગરપાલિકા દ્વારા સીટી સર્વે કચેરીમાં દબાણોનો સર્વે કરાવવામાં આવ્યો હતો અને સર્વેના આધારે સ્થાનિક અરજદારે કરેલી અરજીને ધ્યાને લઇ નગરપાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સોસાયટીના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
સોસાયટીના રહીશોમાં જોવા મળી નારાજગી
નગરપાલિકા દ્વારા સોસાયટીમાં ગેરકાયદેસર બનાવેલા ઓટલા, શૌચાલય, ચોકડીઓ સહિતના ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું. જેને લઈ સોસાયટીના કેટલાક રહીશોમા નારાજગી જોવા મળી હતી.