પાટણ: આઝાદીના લડવૈયા અને તુમ મુઝે ખુન દો મે તુમહે આઝાદી દુંગાનો નારો આપનાર સુભાષચંદ્ર બોઝની આજે 123મી જન્મ જંયતી છે. પાટણમાં ABVP દ્વારા 150 મીટર લાંબી તિરંગા યાત્રા યોજવામાં આવી. જેમાં ABVPના કાર્યકરોએ શહેરમાં રેલવે સ્ટેશન વિસ્તારથી સુભાષચોક સુધી આ યાત્રા યોજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને માળા અર્પણ કરી હતી. તેમજ વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નાગરિકતા સુધારા કાયદાને સમર્થન આપી સુભાષ બાબુની જન્મ જયંતિની ગૌરવભેર ઉજવણી કરી હતી.
પાટણની લીઓ લાયન્સ કલબ દ્વારા શહેરના બગવાડા દરવાજા ખાતે રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. જેમાં લાયન્સ કલબના સભ્યોએ રક્તદાન કરી સુભાષચંદ્ર બોઝના જન્મ જયંતીની ઉજવણી કરી હતી.