રાજ્ય સરકાર દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરી હજારો ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડે છે. ચાલુ વર્ષે પણ આ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, વિધાર્થીઓએ વિવિધ રમતોમાં પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. આજે પાટણના રમત ગમત સંકુલ ખાતે ભાઈઓ અને બહેનોની રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધાને જિલ્લા વિકાસ અધિકારી અને નિવાસી કલેકટરે વિધિવત રીતે ખુલ્લી મૂકી ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સ્પર્ધા અંડર ફોરટીન, સેવનટીન અને ઓપન કેટેગરીમાં અલગ અલગ વજન પ્રમાણે રમાશે. શુક્રવારે બહેનોની સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધામાં 150 બહેનોએ ભાગ લઈ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું.
રાજ્ય કક્ષાની કુસ્તી સ્પર્ધામાં કુસ્તી ફેડરેશન દ્વારા કરવામાં આવેલ આક્ષેપોને રમત ગમત અધિકારીએ નકારી કાઢ્યા હતા. રમત ગમત સંકુલ ખાતે શરૂ થયેલ કુસ્તી સ્પર્ધા અંગે કુસ્તી ફેડરેશન પ્રણવ રામીએ જણાવ્યું હતું કે, ફેડરેશન દ્વારા આપવામાં આવેલ યાદીને દૂર કરી રમત ગમત અધિકારીએ નવી યાદી બનાવી છે.