ચૂંટણી પ્રચાર કરવા માટે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પાટણ ખાતે પહોંચ્યા હતા. 4 કલાક જેટલા વિલંબને કારણે સભામાં ઉપસ્થિત કાર્યકરો અને લોકોનો ઉત્સાહ પડી ભાગ્યો હતો. જો કે, મોડે-મોડે પણ સ્મૃતિ ઈરાનીનું સભા સ્થળે આગમન થતાની સાથે જ લોકોએ તેમને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે વધાવી લીધા હતા અને ખૂબ જ ઉમળકાભેર સ્થાનિક ભાજપ મહિલા કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું હતું.
સભાને સંબોધતા કેન્દ્રીય મંત્રીએ પોતાની આગવી શૈલીમાં અમેઠીના સાંસદ અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધી આકરા પ્રહાર કર્યા હતા. તેમજ અમેઠીના લોકો પણ ગુજરાતના ગામડાઓ જેવો વિકાસ ઝંખી રહ્યા છે તેવું જણાવી ફરી એકવાર કેન્દ્રમાં મોદીની સરકાર બનાવવા અને પતનમાંથી ભરત સિંહ ડાભીને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું.