ETV Bharat / state

વીર જવાનોના સન્માન અર્થે પાટણમાં યોજાઈ રન ફોર રક્ષક દોડ - Nachiketa Foundation

શહીદ દિવસ નિમિત્તે પાટણમાં પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન, નચિકેતા ફાઉન્ડેશન તેમજ રોટરી ક્લબ દ્વારા રન ફોર રક્ષક દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જે દોડને નાયબ પોલીસ અધિક્ષક જે. ટી. સોનારાએ પ્રગતિ મેદાન ખાતેથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ દોડ શહેરના વિવિધ માર્ગો પર ફરીને પ્રગતિ મેદાન ખાતે સંપન્ન થઈ હતી. જ્યાં દોડમાં ભાગ લેનારા તથા લશ્કરમાં પસંદગી પામેલા અને નિવૃત્ત થયેલા જવાનોનું સન્માન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

રન ફોર રક્ષક દોડ
રન ફોર રક્ષક દોડ
author img

By

Published : Mar 23, 2021, 7:10 PM IST

  • વીર જવાનોની યાદમાં દોડ યોજાઈ
  • નાયબ પોલીસ અધિક્ષકે દોડનું પ્રસ્થાન કરાવ્યું
  • દોડમાં ભારતીય લશ્કરમાં તાલીમ લઈ રહેલા યુવાનો સહિત શહેરીજનોએ લીધો ભાગ
  • આજની પેઢીમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગે તેવા હેતુથી કરાયું દોડનું આયોજન

પાટણ : શહિદવિરોની યાદમાં 23 માર્ચના રોજ સમગ્ર ભારતમાં શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરીને શહીદોને યાદ કરવામાં આવે છે, ત્યારે યુવા પેઢીમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગે તેવા હેતુથી સ્વસ્થ ભારત અંતર્ગત લશ્કરી ભરતી મેળા 2019માં પાટણ જિલ્લામાંથી પસંદગી પામેલા આર્મી જવાનો તથા વર્ષ 2019-20માં લશ્કરમાંથી નિવૃત્ત થયેલા જવાનોના સન્માન અર્થે પાટણમાં પ્રયાસ વેલ્ફેર ફાઉન્ડેશન સહિત વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે 23 માર્ચ મંગળવારે રન ફોર રક્ષક દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.

વીર જવાનોના સન્માન અર્થે પાટણમાં યોજાઈ રન ફોર રક્ષક દોડ

આ પણ વાંચો - પાટણના 1275માં સ્થાપના દિવસની રંગારંગ ઉજવણી કરાઈ

ભારતીય લશ્કરમાં તાલીમ લઇ રહેલા 200 જેટલા યુવાનો જોડાયા

રન ફોર રક્ષક દોડને નાયબ પોલીસ અધિક્ષક જે. ટી. સોનારાએ પ્રગતિ મેદાન ખાતેથી લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ દોડમાં ભારતીય લશ્કરમાં તાલીમ લઇ રહેલા 200 જેટલા યુવાનો તેમજ વિવિધ સંસ્થાના સભ્યોએ ભાગ લીધો હતો. દોડ પ્રગતિ મેદાનથી પ્રસ્થાન થઇ સુભાષ ચોક, બગવાડા દરવાજા, રેલવે સ્ટેશન થઈ પ્રગતિ મેદાન ખાતે સંપન્ન થઇ હતી.

રન ફોર રક્ષક દોડ
23 માર્ચ મંગળવારે રન ફોર રક્ષક દોડનું આયોજન કરવામાં આવ્યું

આ પણ વાંચો - પાટણના બગવાડા દરવાજા પાસે પોલીસે માસ્ક ચેકિંગ ડ્રાઇવ યોજી

આર્મીમાં પાટણ જિલ્લામાંથી સિલેક્ટ થયેલા 34 જવાનોના પરિવારનું કરાયું સન્માન

શહીદ દિવસ નિમિત્તે યોજવામાં આવેલી રન ફોર રક્ષક દોડના સમાપન થયા બાદ પ્રગતિ મેદાન ખાતે ભારતીય લશ્કરમાં વર્ષ 2019મા નિવૃત્ત થયેલા 5 જવાનો તેમજ 2019ની લશ્કરી ભરતીમાં પાટણ જિલ્લામાંથી પસંદગી પામેલા 34 જવાનોને કે જેઓ હાલમાં બોર્ડર પર ફરજ બજાવી રહ્યા છે, તેમના પરિવારજનોને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપીને સન્માતિત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - પાટણમાં લાયન્સ ક્લબે 100 જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ધાબળા આપ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.