ETV Bharat / state

પાટણની ખેડૂત મહિલાએ મધમાખીનો ઉછેર કરી આત્મનિર્ભરના સુત્રને કર્યું સાર્થક - Scientific observance of bees

આધુનિક સમયમાં દરેક વ્યવસાયમાં નવી પદ્ધતિને લીધે બદલાવ આવી રહ્યા છે, ખેતીમા પણ આજે અનેક પરિવર્તનો(Many changes in agriculture today) થયા છે. આજે ખેડૂત પરંપરાગત ખેતીની(Traditional farming) સાથે પ્રાકૃતિક ખેતીની9natural farming) નવી પદ્ધતિઓ તરફ વળ્યો છે અને એમાં સફળ થઈ રહ્યો છે. પાટણના મહિલા ખેડૂત તન્વીબેન પટેલે સમયની સાથે તાલ મિલાવીને મધમાખી પાલનનો વ્યવસાય(Bee keeping business) અપનાવી આર્થીક રીતે સદ્ધર બની રહ્યા છે.

પાટણની ખેડૂત મહિલાએ મધમાખીનો ઉછેર કરી આત્મનિર્ભરના સુત્રને કર્યું સાર્થક

author img

By

Published : Jan 4, 2022, 10:36 PM IST

પાટણ: વડાપ્રધાન મોદી વર્ષ 2016માં ડીસા આવ્યા ત્યારે તેમણે ખેડૂતોને મધમાખી પાલન કરીને ‘સ્વિટ ક્રાંતિ’(Sweet Revolution) માટે આહ્વાન કર્યું હતું, જેના થકી ખેડૂત સારી આવક પણ મેળવી શકે છે. ત્યાર પછી તન્વીબેને તે દિશામાં વિચારવાનું શરૂ કર્યું અને મધમાખી પાલન અંગેની વિગતવાર માહિતી મેળવીને તાલીમ લીધી અને વર્ષ 2021માં મધમાખી પાલનની શરૂઆત કરી હતી. સૌપ્રથમ મધમાખીના 100 બોક્સ મંગાવ્યા હતા જેને ખેતરોમાં જ્યાં સરસવ અને અજમાનો પાક હોય ત્યાં ગોઠવ્યા હતા. આ બોક્સમાં રહેલ મધમાખીઓનું વૈજ્ઞાનિક ઢબે પાલન(Scientific observance of bees) અને તેની યોગ્ય સારસંભાળ દ્વારા મહિલા ખેડૂતે સારા પ્રમાણમાં મધ મેળવ્યું હતું અને તેમણે સારી એવી આવક મેળવી હતી.

પાટણની ખેડૂત મહિલાએ મધમાખીનો ઉછેર કરી આત્મનિર્ભરના સુત્રને કર્યું સાર્થક

શુદ્ધ અને ઓર્ગેનિક મધ પાટણ અને આસપાસના પંથકમાં વેચે છે

હાલમાં તન્વીબેને બીજા નવા 300 મધમાખીના બોક્સ લાવીને પાટણના આજુબાજુના ખેતરોમાં જ્યાં સરસવના ફૂલ હોય ત્યાં ગોઠવ્યા છે. મધ અનેક ઔષધીય ગુણો ધરાવતું હોવાથી બજારમાં તેની ખૂબ જ માંગ રહેલી છે, સાથે જ અલગ અલગ ફ્લેવર્સના મધ પણ બજારમાં વેચાતા હોવાથી તન્વી પટેલ તે પણ માર્કેટમાં પૂરા પાડે છે, અત્યારે તેમના દ્વારા ઉત્પાદિત થતું શુદ્ધ ઓર્ગેનિક મધ તેઓ પાટણ અને આસપાસના વિસ્તારોમાં પેકિંગ કરીને વેચે છે.

મધમાખીના પાલન માટે બોક્સ દીઠ 55 ટકા સબસીડી આપવામાં આવે છે

મધમાખી પાલનની કામગીરીમાં મહિલાને જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલ તથા નાયબ બાગાયત નિયામક મુકેશ ગલવાડિયા પૂરતું માર્ગદર્શન આપે છે. ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા મધમાખીના પાલન માટે બોક્સ પર 55 ટકા સબસીડી ખેડૂતને આપવામાં આવે છે. જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, મધમાખી પાલન એ આવક મેળવવાનો બીજો સ્ત્રોત છે, મધમાખી પાલનમાં શરૂઆતમાં આશરે પાંચ લાખ રૂપિયાનું રોકાણ થાય છે. મધમાખી પાલન થકી પાકના ફલીનીકરણમાં પણ ઘણો ફાયદો થાય છે સાથે સાથે આ વ્યવસાય ખેડૂતો માટે પણ ફાયદાકારક છે.

સરકાર પણ પ્રાકૃતિક ખેતી માટે સતત પ્રોત્સાહન આપે છે

આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને ચરિતાર્થ કરતા મહિલા ખેડૂત તન્વી પટેલે પોતાની સાથે અન્ય 4થી 5 લોકોને દૈનિક ધોરણે રોજગારી પૂરી પાડી રહ્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને સરકાર પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને એમની આવક બમણી થાય તે માટે સતત પ્રોત્સાહન આપે છે. એક મહિલા ખેડૂત તરીકે તન્વી પટેલે મધમાખી પાલન કરીને સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડીને પરંપરાગત ખેતી સાથે નવી પદ્ધતિથી ખેતી કરવા માંગતા ખેડૂતોને નવી રાહ ચીંધી છે.

આ પણ વાંચો : આણંદની મહિલા ખેડૂતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું સન્માન કરી કૃષિ બિલને આપ્યુ સમર્થન

આ પણ વાંચો : નવસારીના ગામડાની મહિલાએ ખેત ઉત્પાદનના મુલ્ય વર્ધન થકી કંડારી નવી રાહ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.