ETV Bharat / state

પાટણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, બફારામાંથી લોકોને મળી રાહત

ભારે બફારાની અકળામણમાંથી પાટણ શહેરના લોકોને રાહત મળી છે. લગભગ 15 દિવસના વિરામ બાદ હવામાન વિભાગની આગાહી મુજબ ( Weather Department Forecast ) પાટણમાં હવામાનમાં પલટો આવ્યો હતો અને સારો વરસાદ (Rain in Patan ) પડતાં વાતાવરણમાં ઠંડક થઇ ગઇ હતી.

પાટણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, બફારામાંથી લોકોને મળી રાહત
પાટણમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, બફારામાંથી લોકોને મળી રાહત
author img

By

Published : Sep 10, 2022, 4:39 PM IST

પાટણ શહેરમાં 15 દિવસના વિરામ બાદ આજે બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની (Rain in Patan ) પુનઃ એન્ટ્રી થઈ હતી. પાટણ શહેરના માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા જોતજોતામાં જળબમ્બાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી તો વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

15 દિવસના વિરામ બાદ હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ પડ્યો

લાંબા વિરામ બાદ આવ્યો વરસાદ પાટણ શહેર શહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વરસાદે વિરામ ( Monsoon Gujarat 2022 ) લેતા વાતાવરણમાં ઉઘાડ નીકળ્યો હતો. બીજીતરફ નીચાણવાળા વિસ્તારો તેમજ ખેતરોમાં ભરાયેલા પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા હતા. તો અસહ્ય ગરમી અને બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતાં.

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી હવામાન વિભાગની આગાહીને પગલે ( Weather Department Forecast ) આજે પાટણ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતાં. સાથે ભારે પવન સાથે અને ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ધોધમાર વરસાદ (Rain in Patan ) વરસવા લાગ્યો હતો. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં.

લોકોને રાહત મળી બીજી તરફ છેલ્લા 15 દિવસથી અસહ્ય ઉકળાટ અને બફારાથી ત્રાહિમામ પોકારી ઊઠેલા લોકોએ મહદ અંશે રાહત મેળવી હતી. વરસાદને પગલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતાં ઠંડક પ્રસરી હતી. જોકે શહેરમાં ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદને (Rain in Patan ) પગલે કેટલાક વિસ્તારોમાં વીજળી પણ ડૂલ થઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.