પાટણ : ભુજ ખાતે યોજાયેલ એક જાહેર કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી લોકગાયક યોગેશ બોક્ષા ગઢવીએ અનુસૂચિત જાતિના લોકો માટે અપમાન જનક શબ્દો બોલ્યા હતા. જે અંગે ભુજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઇ હોવા છતાં તારીખ 20 મેં ના રોજ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં (Chanasma Police Station) પરમાર કંચન સહિત 7 લોકોએ યોગેશ બોક્ષા સામે ફરિયાદ નોંધાવવા ગયા હતા.
આ પણ વાંચો: Police Wheat Quantities Raids : પોલીસના આકસ્મિક છાપામાં લાખોનુ અનાજ મળી આવ્યું, બે શખ્સોની કરી અટકાયત
ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ મુજબ ગુનો દાખલ કર્યો : ફરજ પરના PSOને ફરિયાદ નોંધવાનું કહી FIRની કોપી આપો તેમ કહી ઉગ્ર બોલાચાલી કરી પોલીસ સ્ટેશનનો વીડિયો ઉતારી પોલીસની છબી ખરાબ કરવાના હેતુથી સોશિયલ મીડિયામાં વાઈરલ કરતા આ બાબતે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં સામે પોલીસે ફરિયાદ નોંધી છે. વીડિયો વાયરલ કરવા બદલ ચાણસ્મા PSI આર ડી મકવાણાએ અનુસૂચિત જાતિના શખ્સો સામે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66(A),72 ,84 (b) 84 (સી) તથા આઈ.પી.સી.કલમ 189 506 (2) મુજબ ગુનો દાખલ કર્યો છે.
આ પણ વાંચો: Arms Act Crime : પીસ્ટલ અને જીવતા કારતૂસો સાથે યુવાન ઝડપાયો, ક્યાં અને કેવી રીતે પકડાયો તે જાણો
પોલિસે 7 શખ્સો સામે ફરિયાદ દાખલ કરી : પોલિસે કંચન ઓખા પરમાર, પ્રકાશ માધા પરમાર, શૈલેષ મોહન પરમાર, મહેશ સોમા બારોટ તુરી, જયેશ લાલજી પરમાર, મહેશ ખેમચંદ જાદવ, નિલેશ કાંતિ પરમાર આ 7 શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે.