અયોધ્યા જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને પાટણ શહેર સહિત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સમગ્ર જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર બજારો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓને બંદોબસ્તમાં તૈનાત કરાયા છે. પોલીસ સહિત બે ટૂકડીઓ SRPની પણ તૈનાત કરાઇ છે. આ ઉપરાંત શહેર સહિત જિલ્લામાં શાંતિ બની રહે તે માટે લોકોને શાંતિ જાળવી રાખવા પોલીસ અધિક્ષક દ્વારા અપીલ કરાઇ છે.
અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે, અયોધ્યામાં રામમંદિર બનશે અને મુસ્લિમ મસ્જિદ બનાવવા માટે પણ જમીનની વહેંચણી કરવામાં આવશે.