- 139મી રથયાત્રાને લઈને જગદીશ મંદિર ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ
- રૂટ ટૂંકાવી 11 ઝાંખીઓ સાથે રથયાત્રા કાઢવાની મંજૂરી માગવામાં આવી
- તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જવાબ ન આપતા ટ્રસ્ટીઓ દ્વિધામાં મુકાયા
પાટણઃ અષાઢી બીજના પવિત્ર દિવસે વર્ષોની પરંપરા અનુસાર પાટણ શહેરના જગદીશ ભગવાન મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢવામાં આવતી ભગવાન જગન્નાથની રથયાત્રા (rathyatra) ગત વર્ષે કોરોના મહામારી (Corona epidemic)ના કારણે ખૂબ જ સાદગીપૂર્ણ રીતે મંદિર પરિસરમાં જ રથયાત્રા (rathyatra)નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ચાલુ વર્ષે પણ આગામી 12 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની 139મી રથયાત્રાને લઇ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જગદીશ મંદિર ખાતેથી ભગવાન જગન્નાથની 139મી રથયાત્રા પ્રતીકાત્મક રીતે ટૂંકાવવામાં આવેલા રથયાત્રા (rathyatra)રૂટ ઉપરથી ફક્ત 11 જેટલી ઝાખીઓ સાથે કાઢવા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા મંજૂરી માગવામાં આવી છે. જોકે, વહીવટી તંત્ર દ્વારા હજી સુધી આ અંગે કોઈ જવાબ નહી આપતા મંદિરના ટ્રસ્ટીઓ દ્વિધામાં મુકાયા છે.
આ પણ વાંચોઃ IBના રિપોર્ટ પછી Rathyatra માટે ગુજરાત સરકાર શું નિર્ણય કરશે ? ETV Bharatનો વિશેષ અહેવાલ
ભગવાનના રથની સફાઈ, વાઘા અને મામેરાની તૈયારીઓ પૂરજોશમાં
રથયાત્રાને લઈને જગદીશ મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાનના રથનુ રીપેરીંગ કામ, સાફ-સફાઈ, ભગવાનના વાઘા, પ્રસાદ અને મામેરા સહિતની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મામેરાના દાતા પણ નક્કી થઈ ગયા છે, ત્યારે હવે તંત્ર દ્વારા રથયાત્રા કાઢવાની મંજૂરી આપવામાં આવે છે કે નહીં તેના ઉપર સૌની મીટ મંડાઈ છે.