ETV Bharat / state

પાટણના કોરોનાગ્રસ્ત રખતાવાડા અને પટણીવાસમાં લોકોની અવર-જવર પર પ્રતિબંધ - પટણીવાસમાં લોકોની અવર જવર પર પ્રતિબંધ

પાટણ શહેરના રાજકાવાડા વિસ્તારના કોરોના ગ્રસ્ત રખતાવાડા તેમજ વેરાઈ ચકલા વિસ્તારના પટણીવાસમાં કોરોના પોઝિટિવ કેશ નોંધાતા વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારના લોકોની અવર જવર પર રોક લગાવવામાં આવી છે.છતા કેટલાંક લોકો બિન જરુરી રીતે નીકળતા હોવાની ફરિયાદોને આધારે જિલ્લા કલેક્ટર દ્વારા આ બન્ને વિસ્તારના લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકતું જાહેરનામું જાહેર કરવામાં આવ્યું હતું.

પાટણના કોરોનાગ્રસ્ત રખતાવાડા અને પટણીવાસમાં લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકાયું

author img

By

Published : May 16, 2020, 8:29 PM IST

પાટણ : જિલ્લા મેજીસ્ટ્રેટર આનંદ પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી પાટણ શહેરના રખતાવાડો, પટણી વાસ, સાંચોરી વાસ તેમજ રસ્તાની આસપાસના પટણી વાસના સમગ્ર વિસ્તારમાં મેડીકલ ઈમરજન્સી અને આવશ્યક ચીજવસ્તુઓ કે સેવાઓનો પુરવઠો જાળવી રાખવાના હેતુ સિવાય કોઈપણ વ્યક્તિને જાહેર રોડ ઉપર પસાર થવા અને અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરનામું તારીખ 15 મે થી તારીખ 29 મે સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.સરકારી ફરજ ,હોમગાર્ડ કે અન્ય સરકારી કે અર્ધસરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર છે તેઓને તથા સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો તથા કેન્દ્ર/રાજ્ય સરકારના આદેશો હેઠળ જેઓને મુક્તિ મળવા પાત્ર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.