પાટણ: જિલ્લાના ચાણસ્મા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તારીખ 10/ 6/ 2022 ના રોજથી ડાયાલિસિસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ સેન્ટરમાં અત્યાર સુધીમાં 617 દર્દીઓનું ડાયાલિસિસ કરવામાં આવ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ડાયાલિસિસના ઉપયોગમાં લેવામાં આવતા પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાને કારણે દર્દીઓને વીલા મોઢે ડાયાલિસિસ કરાવ્યા વગર પરત ફરવું પડે છે.
સામુહિક આરોગ્ય કેન્દ્ર: આ વિસ્તારના દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જઈ નેફ્રોલોજી ડોક્ટર પાસે વિઝીટ કરાવી કેસ પેપરમાં દવા લખાવી લાવે છે. જે દવા આ સેન્ટર પરથી દર્દીઓને આપવામાં આવતી નથી અને દર્દીઓને કહેવામાં આવે છે કે નેફ્રોલોજી ડોક્ટર અહીં આવીને દવા લખી આપે તો જ દવા મળશે. જ્યારે ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્રના આ ડાયાલિસિસ સેન્ટરમાં નેફ્રોલોજી ડોક્ટરની નિમણૂક કરવામાં આવી હોવા છતાં ડોક્ટર હાજર ન રહેતા હોવાથી દર્દીઓ સરકાર દ્વારા અપાતી મફતની આ દવાથી વંચિત રહે છે.
ભથ્થું સમયસર: તેઓને બજારમાં ખાનગી મેડિકલ સ્ટોરો ઉપરથી પૈસા ખર્ચીને દવા લેવા મજબૂર બન્યા છે. ડાયાલિસિસ ના દર્દીઓને એક સપ્તાહમાં ત્રણ વાર ડાયાલિસિસ કરાવવું પડે છે ત્યારે આ સેન્ટરમાં પાણીના અભાવે તાલુકાના કેટલાય દર્દીઓ સમયસર ડાયાલિસિસ કરાવી શકતા નથી. જેની સીધી અસર તેમના આરોગ્ય ઉપર પડે છે. આ ઉપરાંત ડાયાલિસિસ ના દર્દીઓને સરકારી ડાયાલિસ સેન્ટર ઉપરથી ડાયાલિસ બાદ ₹300 ભથ્થું ચૂકવવાની જોગવાઈ છે. પરંતુ ચાણસ્માના આ સેન્ટર ઉપરથી જે તે દર્દીઓને આ ભથ્થું પણ સમયસર મળતું નથી.
સરકારની યોજના: નિરર્થક ચાણસ્માના આ ડાયાલિસિસ સેન્ટર પર ટેકનિકલ સ્ટાફ પૂરતા પ્રમાણમાં છે. તેઓ દર્દીઓનું ડાયાલિસિસ કરવા તત્પર છે. પણ પાણી અને દવાના અભાવે તેવો ડાયાલિસિસ કરી શકતા નથી. જેના કારણે આ સેન્ટર પર સરકારની આ ગરીબ લક્ષી યોજના નીરડ ફક્ત સાબિત થઈ રહી છે. આરોગ્ય અધિકારીએ કર્મચારીઓનો છાવર્યા આ મામલે એ ટીવી ભારતે પાટણ જિલ્લા આરોગ્ય અધિકારીનો ટેલીફોનિક સંપર્ક કરી દર્દીઓની આ સમસ્યા જણાવતા તેઓએ કેમેરા સામે આવવાનું ટાળી ચાણસ્માના ફરજ પરના તબીબ નો લૂલો બચાવ કરી જણાવ્યું હતું કે ડાયાલિસિસ ના પાણીની કોઈ અછત નથી તેમ જ દર્દીઓ કેસ પેપર લીધા વગર આવતા હોવાથી તેઓને દવા આપવામાં આવતી નથી. તેમ કહી પોતાના કર્મચારીઓનો બચાવ કર્યો હતો.