ETV Bharat / state

Patan MD Drugs: પાટણ SOGએ એમડી ડ્રગ્સ ઝડપ્યું, બે આરોપી પણ દબોચી લીધાં - પાટણમાં એમડી ડ્રગ્સ જપ્ત

પાટણના નેશનલ હાઈવે પર એસઓજીએ ડ્રગ્સની હેરાફેરી કરતાં બે ઇસમો ઝડપી લીધાં છે. બંને પાસેથી 20 લાખ રુપિયાની કીમતનું ડ્રગ ઝડપાયું હતું.

Patan MD Drugs: સાંતલપુર વારાહી હાઇવે પરથી પાટણ SOG પોલીસે 20 લાખનું એમડી ડ્રગ્સ ઝડપ્યું

author img

By

Published : Feb 25, 2022, 3:51 PM IST

Updated : Feb 25, 2022, 6:48 PM IST

પાટણ: જિલ્લાના સાંતલપુર વારાહી નેશનલ હાઈવે પર કમલ હોટલ પાસેથી પાટણ એસ.ઓ.જી પોલીસે ગત મોડીરાત્રે (Santalpur Varahi National Highway ) બે ઇસમોને એક બ્લેક કલરની કારમાંથી 20 લાખના 200ગ્રામ એમડી ડ્રગ્સ ના જથ્થા સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

એટીએસની બાતમીથી બે ડ્રગ્સ તસ્કરોની ધરપકડ

ગાંધીના ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એમડી ડ્રગ્સ પકડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે ગુરુવારે રાત્રે પાટણ જિલ્લાના સાંતલપુર વારાહી નેશનલ હાઈવે ઉપરથી કાળા કલરની કાર નં. GJ-12-DA-6662માં બે વ્યક્તિ રાજસ્થાન (પાટણમાં એમડી ડ્રગ્સ જપ્ત) તરફથી સામખિયાળી તરફ ડ્રગ્સની ડિલીવરી કરવા જઈ રહ્યા હોવાની બાતમી એટીએસને મળી હતી. જેથી એટીએસ દ્વારા આ બાબતે પાટણ એસ.ઓ.જીને જાણ (Patan ATS) કરાતાં પાટણ એસ.ઓ.જીએ સાંતલપુર-વારાહી નેશનલ હાઈવે પર નાકાબંધી વાહનોની ચેકિંગ હાથ ધરી (Patan MD Drugs ) હતી દરમિયાન બાટલી વાળી ગાડી આવી પહોંચતા પોલીસે (Patan MD Drugs) તેને ઉભી રખાવી તપાસ કરતા તેમાંથી રૂ. 20 લાખનો 200 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવતાં પોલીસે ગાડીમાં સવાર બે ઈસમો સાથે ડ્રગ્સનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:Ahmedabad drugs case: ફરી એકવાર ડ્રગ્સ ઝડપાયું, રાજસ્થાનથી ડ્રગ્સ લાવી અમદાવાદમાં વેચાતુ હતુ

યુવાધન અવળા રસ્તે ન ચડે તેને લઇ વાલીઓની ચિંતા વધી

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એમડી ડ્રગ્સનું મોટા પ્રમાણમાં નેટવર્ક ચાલી રહ્યું છે. ત્યારે ગુરુવારે રાત્રે પાટણ જિલ્લાના હાઈવે માર્ગે કચ્છમાં ઘુસાડાતું એમડી ડ્રગ્સ ઝડપાતાં જિલ્લાનું યુવાધન અવળા રસ્તે ન ચડે તેને લઈ(youngster life in danger ) જિલ્લાવાસીઓની ચિંતાઓ વધી છે.
આ પણ વાંચો:Anti Drug Movement: અમદાવાદમાં યુવાનોના ગ્રુપની 'નશે કા નાશ' એન્ટી ડ્રગ્સ મૂવમેન્ટ

Last Updated : Feb 25, 2022, 6:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.