પાટણના ચાણસ્મા તાલુકાના કેશણી ગામની મહિલા સરપંચના પતિ ગ્રામ પંચાયતના કામોમાં ખોટી રીતે કનડગત કરી ગ્રામજનોને હેરાન કરતા હોવાની સાથે જ ગામની એક મહિલાને બદનામ કરવાના ઈરાદે ખોટી અફવાઓ ફેલાવી ધમકી આપતા હોવાની બાબતને લઈ ગ્રામજનો દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.
મહિલા સરપંચના પતિ શિક્ષણ વિભાગમાં સી.આર.સી તરીકે ફરજ બજાવતા હોવા છતાં ગ્રામપંચાયતમાં પોતાની પત્નીના હોદ્દાનો ગેરફાયદો ઉઠાવતા હોય તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાની ગ્રામજનો એ લેખિતમાં આવેદનપત્ર આપી માંગ કરી હતી.