ETV Bharat / state

પાટણ પોલીસે ત્રણ દિવસમાં કલમ 188 હેઠળ 252 સામે ગુના નોંધ્યા - પાટણ જિલ્લા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી

સામાજિક અંતર જાળવવા અને ફરજીયાત માસ્ક પહેરવાના જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરનારા લોકો સામે પાટણ જિલ્લા પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી કલમ-188 હેઠળ ત્રણ જ દિવસમાં 252 ગુના નોંધ્યા છે.

patan
પાટણ
author img

By

Published : Dec 2, 2020, 2:15 PM IST

  • કલેક્ટરના જાહેરનામાનો પોલીસ દ્વારા કડક અમલ
  • સોશિયલ ડિસ્ટસ ન રાખનારા અને માસ્ક ન પહેરનારા લોકો સામે કડક કાર્યવાહી
  • ત્રણ દિવસમાં 769 વ્યક્તિઓ પાસેથી 7.69 લાખનો દંડ વસુલ

પાટણ: જિલ્લામાં કોવિડ-19ના કેસોનો આંક વધી રહ્યો છે, ત્યારે આ વાઇરસના સંક્રમણને અટકાવવા જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા ફરજીયાત ફેસ માસ્ક પહેરવા અને સામાજિક અંતર જાળવવા સહિતની બાબતો અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરી પોલીસ વિભાગ દ્વારા દંડ વસુલાતની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લામાંથી તા.28 નવેમ્બરના રોજ માસ્ક ન પહેરનારા 235, તા.29 નવેમ્બરના રોજ 226 અને તા.30 નવેમ્બરના રોજ 308 લોકો પાસેથી પોલીસ દ્વારા કુલ રૂ.7.69 લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

દંડ ન ભરનારા 252 વ્યક્તિઓ સામે પોલીસે નોંધ્યો ગુનો

સાથે સામાજિક અંતર જાળવવાના જાહેરનામાનો ભંગ કરનારા તથા માસ્ક ન પહેરવા બદલના દંડની રકમ ભરવાનો ઈન્કાર કરનારા લોકો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત તા.28 નવેમ્બરના રોજ 72, તા.29 નવેમ્બરના રોજ 65 અને તા. 30 નવેમ્બરના રોજ 115 મળી ત્રણ જ દિવસમાં કલમ-188 હેઠળ પોલીસ દ્વારા કુલ 252 ગુના નોંધવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.