- પાટણ સાંસદ ભરત ડાભીએ લખ્યો મુખ્યપ્રધાનને પત્ર
- અન્ય સમાજના આગેવાનો ઉપર થયેલા કેસ પરત ખેંચવા કરી રજૂઆત
- પાટીદાર સમાજની જેમ અન્ય સમાજોએ પણ પોતાની માંગણીઓ મુદ્દે કર્યા હતા આંદોલન
પાટણ: રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળીને પાટીદાર અનામત આંદોલન (patidar anamat andolan) સમયે ગુજરાત સરકાર દ્વારા પાટીદાર આગેવાનો અને કાર્યકરો ઉપર કરવામાં આવેલા કેસો (cases against patidar leaders and workers) પરત ખેંચવા કરેલી પાટીદાર સમાજના સાંસદોની રજૂઆત બાદ પાટણના ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી (patan mp bharatsingh dabhi)એ અન્ય સમાજોના રાજકીય આંદોલનકારીઓ ઉપરના કેસો (cases of political agitators from other societies) પણ પરત ખેંચવામાં આવે તેવી મુખ્યપ્રધાન સમક્ષ લેખિત રજૂઆત કરી છે.
પાટીદાર આંદોલન સમયે થયેલા કેસો પાછા ખેંચવા મામલે સરકાર હકારાત્મક
પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું છે કે, "પાટીદાર સમાજના સાંસદો દ્વારા પાટીદાર અનામત આંદોલન (patidar reservation agitation) વખતે ગુજરાત સરકાર દ્વારા થયેલા રાજકીય કેસો પરત ખેંચવાની માંગણી કરવામાં આવી છે. આ બાબતે સરકાર હકારાત્મક છે જે ખૂબ આવકારદાયક છે. આ બાબતે માત્ર પાટીદાર સમાજ જ નહીં, અન્ય સમાજોએ પણ પોતાની માંગણીને લઇને આંદોલન કર્યા હતા.
અન્ય આંદોલનકારીઓ પર ગંભીર ગુના ન હોય તેવા કેસ પાછા ખેંચવા જોઇએ
પોલીસ દ્વારા તેમના ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યા હતા તેવા રાજકીય આંદોલનકારીઓ (Cases Against Political Agitators) જેવા કે કરણી સેનાના રાજ શેખાવત (raj shekhawat karni sena), ઠાકોર સમાજના નવઘણજી ઠાકોર વગેરેના પણ ગંભીર પ્રકારના ગુના ન હોય તેવા કેસો પરત ખેંચવા જોઇએ. ગંભીર પ્રકારના ગુના હોય તો તેવા ગુના માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસો ટ્રાન્સફર કરી ઝડપથી કેસોનો નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવવા અન્ય સમાજોની લાગણી અને માંગણી છે. આ બાબતો ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં છે."
આ પણ વાંચો: corona omicron variant: પાટણમાં high-risk દેશોમાંથી આવેલા 5ને હોમ ક્વોરન્ટાઇન કરાયા
આ પણ વાંચો: Patan Suicide Case: પાટણ SP કચેરીમાં ઝેરી દવા પીનારા પિતા-પુત્રનું પણ મોત, અત્યાર સુધીમાં 3 મોત